ચૂંટણી બાદ ફરીથી કોરોનાના કેસ વધવાની શકયતા? રાંદેર-અઠવા ઝોનમાં પ્રતિબંધિત વિસ્તારમાં લગાડ્યા પોસ્ટર

ચૂંટણી બાદ ફરીથી કોરોનાના કેસ વધવાની શકયતા? રાંદેર-અઠવા ઝોનમાં પ્રતિબંધિત વિસ્તારમાં લગાડ્યા પોસ્ટર
ચૂંટણી બાદ ફરીથી કોરોનાના કેસ વધવાની શકયતા? રાંદેર-અઠવા ઝોનમાં પ્રતિબંધિત વિસ્તારમાં લગાડ્યા પોસ્ટર

ચૂંટણી સમયે રાજકીય પાર્ટીઓ દ્વારા રેલી, સંમેલનોમાં કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉઠતા હોવાની ખાસ્સી એવી ફરિયાદો ઉઠવા પામી હતી

  • Share this:
સુરત : ગુજરાતના શહેરી મતદારોએ છેલ્લા એક વર્ષથી કોરોના મહામારીના કારણે ઘણું સહન કર્યું છે. ચૂંટણી અગાઉ એક માસ પહેલા કોરોના કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાવવા લાગ્યો હતો. ચૂંટણી સમયે રાજકીય પાર્ટીઓ દ્વારા રેલી, સંમેલનોમાં કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉઠતા હોવાની ખાસ્સી એવી ફરિયાદો ઉઠવા પામી હતી. ત્યારે હવે ચૂંટણી પૂરી થતા જ કોરોના વકરવાની શકયતા લઈને રાંદેર અને અઠવા ઝોનમાં પ્રતિબંધિત વિસ્તારોમાં સક્રિય બની બેનરો લગાડતા શહેરીજનોમાં છુપો ડર જાવા મળી રહ્યો છે. આજે બપોર સુધીમાં કોરોના પોઝિટિવના નવા 18 કેસ સામે આવ્યા છે.

સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં લોકડાઉન દરમિયાન કોરોના પ્રોઝિટિવના ઘણા કેસો મનપાના દફતરે નોધાતા હતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ છેલ્લા એક માસથી સતત કોરોનાના કેસોમાં ઘટાડો જાવા મળી રહ્યો હતો. જેના કારણે મહાનગરપાલિકાની કોરોનાને અંકુશમાં લેવા અંગેની કામગીરી પણ ધીમી પડી ગઈ હતી. કેસોમાં આવી રહેલા સતત ઘટાડાને લઈને શહેરીજનો પણ નિર્ભય બનીને ખુલ્લેઆમ ફરતા જાવા મળ્યા હતા.આ પણ વાંચો - છાછરમાં આરએસએસ કાર્યકરો પર થયેલા હુમલાના પડઘા કોડીનારમાં, સજ્જડ બંધ પાળી વિશાળ રેલી યોજી

ચૂંટણી જાહેર થયા બાદ જાહેરસભા, પ્રચાર રેલીઓ અને સંમેલનોમાં કોવિડ-19ની ગાઈડલાઈનનું સરેઆમ ઉલ્લંઘન થતું હોવાની ફરિયાદ જોવા મળી હતી. છતાંય તંત્ર દ્વારા આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી હોય તેવું જાવા મળ્યુ નથી. જેથી ચૂંટણી બાદ કોરોના ફરીથી માથું ઉંચકે તેવી શકયતાને ધ્યાને લઈને હવે તંત્રએ પણ ચૂંટણી પડતાની સાથે જ ફરી એકવાર લોકો સામે આક્રમક કાર્યવાહી કરવાનો નિર્ણય કયો છે. મનપા કમિશનર બંછાનિધી પાની દ્વારા પણ કામગીરી સધન બનાવવા માટેની સૂચના આપવામાં આવી છે. શાળા કોલેજ કે પછી ટ્યૂશન કલાસમાં એક પણ પોઝિટિવ કેસ આવે તો જેતે સંસ્થાને 14 દિવસ માટે બંધ કરી દેવાશે. માસ્ક નહી પહેરનારાઓ સામે પણ દંડ વસુલવાની કામગીરી આક્રમક તેમજ જરૂર પડે પોલીસ ફરિયાદ નોંધાવામાં આવશે. આમ કોરોના નિયંત્રણ માટેની ગાઈડલાઈનના કડકાઈથી અમલીકરણ કરવા માટે રાંદેર અને અઠવા ઝોનના પ્રતિબંધિત વિસ્તારોમાં શહેરનું આરોગ્ય તંત્ર સક્રિય બની બેનેરો લગાડતા શહેરીજનોમાં છુપો ભય જાવા મળી રહ્યા છે.

ચૂંટણી પુરી થવાની સાથે જ મનપા દ્વારા કોરોનાની કામગીરી આક્રમક બનાવવાના નિર્ણયનો આગામી સમયમાં લોકો દ્વારા વિરોધ થવાની શકયતા જાવાઈ રહી છે. રાજકીય પક્ષોએ કોરોનાની ગાઈડલાઈનનો સંપૂર્ણ ભંગ કર્યો છે જેની સામે મહાનગરપાલિકાએ કોઈ સધન કાર્યવાહી કરી નથી.
Published by:Ashish Goyal
First published:February 22, 2021, 17:59 pm

ટૉપ ન્યૂઝ