સુરતમાં કોરોનાને લઈ સ્થિતિ વણસી, મહારાષ્ટ્રની કંપનીએ ઓક્સિજન સપ્લાયમાં કાપ મુકતા હાલત કફોડી બની

સુરતમાં કોરોનાને લઈ સ્થિતિ વણસી, મહારાષ્ટ્રની કંપનીએ ઓક્સિજન સપ્લાયમાં કાપ મુકતા હાલત કફોડી બની
સુરતમાં કોરોનાને લઈ સ્થિતિ વણસી, મહારાષ્ટ્રની કંપનીએ ઓક્સિજન સપ્લાયમાં કાપ મુકતા હાલત કફોડી બની

સુરતમાં ઓક્સિજનની અછત વચ્ચે મહારાષ્ટ્રની લિન્ડે કંપનીએ ઓક્સિજનનો પૂરવઠો ઘટાડી દીધો

  • Share this:
સુરત : સુરતમાં કોરોનાને લઈ સ્થિતિ ગંભીર બની ગઈ છે. સુરતમાં ઓક્સિજનની અછત વચ્ચે મહારાષ્ટ્રની લિન્ડે કંપનીએ ઓક્સિજનનો પૂરવઠો ઘટાડી દીધો છે. જેને લઈને સુરતની પરિસ્થિતિ વધુ બગડવાની સંભાવના છે. શહેરમાં ઓક્સિજનની અછત ઉભી થતા મેડિકલ એસોસિયેશન કલેકટર પાસે પહોચ્યું હતું. શહેરની 4 મોટી ખાનગી હોસ્પિટલ અને બે સરકારી હોસ્પિટલમાં કંપનીએ ઓક્સિજન કાપ મુકતા દર્દીઓની હાલત વધુ કફોડી બનવા પામી છે. જો કે આ સમગ્ર મામલે કલેકટર ધવલ પટેલે જણાવ્યું હતું કે ઓક્સિજનની અછતનાં પગલે અન્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પરંતુ સ્થિતિ વિકટ છે. જો કે ઓક્સિજનની અછત વર્તાતા દર્દીઓ અને તેમના સંબંધીઓની મુશ્કેલીમાં વધારો થયો છે.

સુરતમાં કોરોનાનો નવો સ્ટ્રેઈન જયારથી ફેલાયો છે ત્યારથી શહેરમાં ગંભીર દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે અને ખાસ કરીને હાલના દર્દીઓમાં ઓક્સિજનની અછત વધારે વર્તાઈ રહી છે. જેને લઈને દર્દીઓની હાલત વધી ગંભીર બની રહી છે. જોકે આ બધા વચ્ચે શહેરમાં ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે. જેને લઇને સુરત શહેરમાં સ્થિતિ વણસી ગઈ છે. શહેરની 4 મોટી ખાનગી હોસ્પિટલ અને બે સરકારી હોસ્પિટલમાં કંપનીએ ઓક્સિજન કાપ મુકતા દર્દીઓની હાલત વધુ કફોડી બનવા પામી છે. કારણ કે મહારાષ્ટ્રની લિન્ડે કંપનીએ ઓક્સિજનનો પૂરવઠો ઘટાડી દીધો છે. સુરતમાં દરરોજ 250 ટન ઓક્સિજનની જરૂરીયાત હોય છે. જેની સામે 220 ટન ઓક્સિજન મળી રહ્યો છે. એટલે કે 30 ટન ઓક્સિજનની દરરોજ અછત વર્તાઈ રહી છે. જોકે હવે તેમાં પણ ઓક્સિજન સપ્લાયમાં કાપ મુકતા સુરતમાં સ્થિતિ ગંભીર બની ગઈ છે.આ પણ વાંચો - પ્રોનિંગ : કોવિડ-19ના કાળા કેરમાં કેવી રીતે કરશો ‘સેલ્ફ કૅર’?

સરકારી હોસ્પિટલમાં યોગ્ય સારવાર ન મળતાં હોવાને કારણે અથવા તો સરકારી હોસ્પિટલમાં બેડ ખાલી ન હોવાને કારણે કોરોના સંક્રમિત દર્દીઓના સંબંધીઓ દ્વારા તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતાં. છેલ્લા સાત-આઠ દિવસથી સારવાર લેતા દર્દીઓ અને હોસ્પિટલના સંચાલકો દ્વારા તેમની પાસે ઓક્સિજનનો પુરવઠો ન હોવાને કારણે દર્દીને અન્ય હોસ્પિટલમાં લઈ જવા માટે સૂચન કરાયું છે. જેને લઇને દર્દીઓના સંબંધીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમજ દર્દીની તબિયતને લઈને ચિંતા પણ વધી ગઈ છે. જેને લઈને ઇન્ડિયન મેડીકલ એસોસિએશન દ્વારા કલેકટરને રજૂઆત કરાઈ છે. જોકે સુરતમાં પરિસ્થિતિ વણશે તેને ધ્યાનમાં રાખીને ઇન્ડિયન મેડીકલ એસોસિએશન દ્વારા પોલીસ કમિશ્નરને રજૂઆત કરી હોસ્પિટલ બહાર પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવી છે. જોકે આ અછત સામે અન્ય એક વિકલ્પ તરીકે જોઈ શકાય તેવી વ્યવસ્થા સામે આવી છે.

આર્સેલર ગેસ બેઝ ઓક્સિજન પ્લાન્ટ હોવાથી ત્યાંથી અન્ય કોઈ સ્થળ ઉપર ઓક્સિજન લઈ જઈ શકાતું નથી પરંતુ ત્યાં ને ત્યાં જો કોરોના સંક્રમિત બેડ ઉભા કરવામાં આવે તો ત્યાં જ ઓક્સિજન દર્દીઓ સારવાર મળી શકે છે. અત્યારે રાજ્ય સરકાર સાથે કંપનીના સંચાલકોએ ચર્ચા કરી છે. ત્યારબાદ 1000 જેટલા ત્યાં ઉભા કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. 1000 જેટલા બેડ ત્યાં એક બે દિવસમાં તૈયાર કરવામાં આવે તે પ્રકારની વ્યવસ્થા માટે વહીવટીતંત્રએ કામગીરી શરૂ કરી છે. જો કે આ પ્રકારની વ્યવસ્થા જ્યાર સુધી ઉભી થયા ત્યાં સુધીમાં સુરતની સ્થિતિ કેવી હશે તે જણાવવાનું મુશ્કેલ બની રહ્યું છે.
Published by:Ashish Goyal
First published:April 26, 2021, 16:28 pm

ટૉપ ન્યૂઝ