ગાંધીનગરઃગાંધીનગરમાં આજે અનામત મુદ્દે આવેદન આપવા ગયેલા પાસ કન્વીનરોને પોલીસે પકડીને ડબ્બામા પુર્યા હતા.ધારાસભ્ય નલીન કોટડિયાની પણ અટકાયત કરાઇ હતી. પાસના કન્વીનરો OBC પંચમાં આવેદન આપવા જતાં હતા ત્યારે પોલીસે અટકાયત કરી હતી.
અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણીયા, દિલીપ સાવલિયાની અટકાયત કરાઇ હતી.વરૂણ પટેલ સહિતના મોટાભાગના કન્વીનરોની અટકાયત કરાઇ હતી. આવેદન આપે તે પહેલા પોલીસે અટકાયત કરી લીધી હતી. આવેદન આપવા માટેસમગ્ર ગુજરાતના પાસ કન્વીનરો હાજર રહ્યા હતા.OBC પંચના અધિકારીને પાટીદારોને અનામત કેમ મળે તે અંગે આવેદન આપવાનું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર