કોસમાડા જમીન સંપાદનનો વિવાદ, ખેડૂતોની કલેકટર પાસે 15 દિવસની ગુહાર

કોસમાડા જમીન સંપાદનનો વિવાદ, ખેડૂતોની કલેકટર પાસે 15 દિવસની ગુહાર
પ્રતિકાત્મક તસવીર

સુરત જિલ્લાના કોસમાડા ગામ ખાતેથી કેન્દ્ર સરકારના બે મહત્વના પ્રોજેકટ સાકાર થઇ રહ્યા છે. જેમાં એક બુલેટ ટ્રેન છે અને બીજુ રેલવેનું ગુડસ કોરીડોર

  • Share this:
સુરત : સુરતના કોસમાડા ગામ ખાતેથી રેલવેની બ્રોડવેઝ લાઇન પસાર થવાની હોવાથી તેના માટે જમીન સંપાદનની તમામ પ્રક્રિયાઓ કોરોના કાળ પહેલા પુર્ણ કરી લેવામાં આવી હતી. જેને લઇને ગતરોજથી ખેડૂતો દ્વારા અલગ અલગ પ્રકારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે તો ખેડુતો કલેકટરને પણ રજુઆત કરવા મોટી સંખ્યામાં પહોચી ગયા હતા. જયાથી પણ ખેડુતોએ વિલા મોઢે પરત આવવાનો વારો આવ્યો હતો.

સુરત જિલ્લાના કોસમાડા ગામ ખાતેથી કેન્દ્ર સરકારના બે મહત્વના પ્રોજેકટ સાકાર થઇ રહ્યા છે. જેમાં એક બુલેટ ટ્રેન છે અને બીજુ રેલવેનું ગુડસ કોરીડોર . રેલવે દ્વારા જે કંપનીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે તેમના દ્વારા સંપાદનની પ્રક્રિયા માટે ખેડુતોના વળતર મોટા ભાગે ચુકવી દીધા છે. જેથી ગતરોજથી સંપાદનની કામગીરી કંપની દ્વારા શરૂ કરવામાં આવી હતી. પરંતુ સ્થાનીક ખેડુતોએ વિરોધ નોધાવ્યો હતો.આ પણ વાંચો - અમદાવાદ : બાળકોના મધ્યાહન ભોજન એલાઉન્સમાંથી BOBએ 65 ટકા ટ્રાન્જેક્શન ચાર્જ કાપતા વિવાદ

પહેલો વિરોધ એ વાતનો હતો કે તેમને મુદત આપવામાં આવે જેથી તેઓ પોતાનો ઉભો પાક સુગર ફેક્રટ્રીમાં આપી આવક મેળવી શકે અને બીજી માંગ એ હતી કે તેમને આપવામાં આવેલું વળતર ઓછું છે. જેથી ખેડૂત સમાજ, ચલથાણ સુગરના ડિરેકટર સહિત અસગગ્રસ્ત ખેડૂતોએ કલેકટર કચેરી ખાતે ધામા નાખ્યા હતા. જયા તમામ લોકોએ એક જ માંગ કરી હતી કે તેમને યોગ્ય વળતરની સાથે 15 દિવસનો સમય મળવો જોઇએ જેથી તેઓ પોતાનું ઉભા પાકનું વળતર મેળવી શકે.

જોકે કલેકટરને રજુઆત કરવા પહોંચેલા ખેડુતોને વિલા મોઢે પરત આવવાનો વારો આવ્યો હતો. કારણ કે કલેકટર દ્વારા પણ તેમને કહેવામાં આવ્યું હતું કે સંપાદનની પ્રક્રિયા પુર્ણ થયા બાદ કંપની ગમે ત્યારે જમીનનો કબજો કામ માટે લઇ શકે છે. જેથી કોર્ટના આદેશ સિવાય તેમનું કામ રોકી શકાતું નથી. ખેડૂત સમાજ દ્વારા આ વાતનો વિરોધ કરી કોર્ટમાં જવાની ચિમકી આપી હતી.
Published by:Ashish Goyal
First published:October 20, 2020, 17:19 pm

ટૉપ ન્યૂઝ