Home /News /gujarat /

સુરત : corona મહામારીમાં ધનવંતરી રથ દ્વારા એક્સપાયરી દવાનું કરાયું વિતરણ, છંછેડાયો વિવાદ

સુરત : corona મહામારીમાં ધનવંતરી રથ દ્વારા એક્સપાયરી દવાનું કરાયું વિતરણ, છંછેડાયો વિવાદ

વરાછા વિસ્તારના પુણામાં ધનવંતરી રથમાં એકસ્પાયરી ડેટની દવા આપવા માં આવતી હોવાનું કૌભાંડ સામે આવ્યું છે

વરાછા વિસ્તારના પુણામાં ધનવંતરી રથમાં એકસ્પાયરી ડેટની દવા આપવા માં આવતી હોવાનું કૌભાંડ સામે આવ્યું છે

સુરતમાં અમદાવાદ બાદ સતત કોરોના કેસ વધી રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા કોરોનાનું સંક્રમણ અટકાવ શહેરના તમામ વિસ્તારમાં ધનવંતરી રથ ફેરવામાં આવી રહ્યો છે, આ રથ દ્વારા કોરોના તપાસ બાદ સંક્રમણ આવેલા લોકોને દવાનું વિતરણ કરવામાં આવતું હોય છે, ત્યારે આજે સુરતના પુના વિસ્તારમાં પહોંચેલા રથમાંથી લોકોને દવાનું વિતરણ કરવામાં આવ્યુ તે પણ એક્સપાયરી થયેલી દવા આપતા આ મહામારી લોકોની તબિયત સારી થવાની જગ્યા પર બગડી શકે છે, ત્યારે કોગ્રેસ દ્વારા આવી દવા આપીને કર્મચારી અને તંત્ર મોટું કૌભાંડ કરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

સુરતમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા તંત્ર દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારમાં ધનવંતરી રથ પર રેપિડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. ધનવંતરી રથ ગણા લોકો માટે ફાયદાકાર નિવડ્યો છે અને લોકોતંત્રનો આભાર પણ માની રહ્યા છે, પરંતુ થોડા દિવસો પહેલા જ આ ધનવંતરી રથને લઇ વિવાદ ઉદભવ્યો હતો. જેમા રેપિડ ટેસ્ટ બિલકુલ નિશુલ્ક હોવા છતાં લોકો પાસેથી 450 રૂપિયા વસૂલવામાં આવી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થયો હતો.

હવે આ ધનવંતરી રથને લઇ વધુ એક વિવાદનો મધપૂડો છંછેડાયો છે. સુરતના વરાછા વિસ્તારના પુણામાં ધનવંતરી રથમાં એકસ્પાયરી ડેટની દવા આપવા માં આવતી હોવાનું કૌભાંડ સામે આવ્યું છે. ધનવંતરી રથમાં કોરોનાથી રક્ષણ મેળવવા અને બાળકોમાં લોહીની ઉણપ દુર થાય તે માટેની દવા લોકોને આપવામાં આવે છે, પરંતુ આ દવા ઓગષ્ટ માસમાં જ એક્સપાયરી થઈ હોવાનું બહાર આવ્યું છે.

આ પણ વાંચો - સુરત: પત્નીએ પતિ વિરુદ્ધ દહેજની ફરિયાદ કરી તો, પતિએ કહી દીધુ તલાક-તલાક-તલાક


આ મામલે સ્થાનિક લોકોએ ફરિયાદ કરતા કોંગ્રેસના સભ્યોએ ધનવંતરી રથની ચકાસણી કરતાં તેમાં મોટી માત્રામાં એકસ્પાયરી ડેટની દવાઓ મળી આવી હતી. જે ગત માસમાં જ એક્સપાયર થઇ ગઇ હતી. સુરતમાં હાલમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે ગુજરાત સરકાર દ્વારા સુરત શહેરમાં 100થી વધુ ધનવંતરી રથ ચલાવવામાં આવી રહ્યાં છે, જેમાં ઉકાળા, આર્યુવેદીક દવાઓ અને હોમિયોપેથી સાથે અન્ય દવાઓનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે.

આજે વરાછા ઝોનના પુણા વિસ્તારની સીતાનગર સોસાયટીમાં ધન્નવતરી રથ આવ્યો અને લોકોને દવાનું વિતરણ કરતો હતો. દરમિયાન સોસાયટીના પ્રમુખે સોસાયટીના લોકોને રોગથી બચવા માટે દવા લેવા કહ્યું હતું. દરમિયાન એક્સપાયરી થયેલી દવાઓ મળી આવી હતી. જોકે આવી દવા લેવાથી લોકો રોગમાંથી મુક્ત થવાની જગ્યા પર વધુ રોગમાં ફસાય ત્યારે આ વિસ્તારના કોંગ્રેસના નગર સૅવકો તાત્કાલીક દોડી જેણે આ ગંભીર બેરકારી મામલે તંત્રના ઉચ્ચ અધિકારીનું ધ્યાન દોર્યું હતું અને તેમના કર્મચારી આવી દવા આપીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવા સાથે મોટું કૌભાંડ આચરતા હોવાના આક્ષેપ કર્યા છે ત્યારે આ મળે તંત્ર દ્વારા હવે ક્યાં પગલાં લેવામાં આવે છે તે જોવાનું રહ્યું.
Published by:kiran mehta
First published:

Tags: Surat corona big updates, Surat corona cases

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन