સુરત ડિસ્ટ્રિક્ટ બેંકની ચૂંટણીમાં પેનલ જાહેર કરતા જ ભાજપમાં ભડકો

સુરત ડિસ્ટ્રિક્ટ બેંકની ચૂંટણીમાં પેનલ જાહેર કરતા જ ભાજપમાં ભડકો
સુરત ડિસ્ટ્રિક્ટ બેંકની ચૂંટણીમાં પેનલ જાહેર કરતા જ ભાજપમાં ભડકો

સુરત ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકના 18 ડિરેકટરોની ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવાની સાથે જિલ્લા ભાજપના આંતરિક રાજકારણમાં ગરમાવો આવી ગયો

  • Share this:
સુરત : સુરત ડિસ્ટ્રિક્ટ બેંકની ચૂંટણીમાં ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી સહકાર પેનલના બારડોલીના ઉમેદવાર દિપક અમથાભાઈ પટેલે વિરોધ નોંધાવવાની જાહેરાત કરતા ભાજપના આગેવાનોની સ્થિતિ કફોડી બની છે. બેંકના વર્તમાન ડિરેક્ટર કિરીટ પટેલ પૂર્વ ધારાસભ્ય અને ધનસુખ પટેલ પૂર્વ ધારાસભ્યનું પત્તું પણ કપાયું હતું. ભાજપની સંકલન બેઠકમાં ભડકો જોવા મળ્યો હતો.

સુરત ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકના 18 ડિરેકટરોની ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવાની સાથે જિલ્લા ભાજપના આંતરિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભાજપ દ્વારા જિલ્લા પ્રમુખ સંદિપ દેસાઇ અને બેંકના વર્તમાન ચેરમેન નરેશ પટેલના નેતૃત્વમાં સહકાર પેનલ તૈયાર કરવામાં આવી હોવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં બારડોલી બેઠકના ઉમેદવાર તરીકે દીપક અમથા પટેલના નામની જાહેરાત સામે આશ્ચર્યજનક રીતે દીપક પટેલે વિરોધ નોંધાવ્યો હતો.આ પણ વાંચો - ભૂમાફિયા પર ગાળીયો, રાજકોટ શહેરમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત પ્રથમ ફરિયાદ દાખલ

બારડોલીની તમામ મંડળીના અન્ય સાત મતદારોએ લેખિતમાં સમર્થન આપતા દીપક પટેલે રાજકીય પક્ષથી દૂર રહી અપક્ષ તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. ઉપરાંત ભાજપ દ્વારા 18 ઉમેદવારો વચ્ચે બેઠકનું પણ આયોજન કરાયું હતું .જેમાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે દીપક પટેલ ગેરહાજર રહ્યા હતા. જ્યારે અન્ય 17 સભ્યો વચ્ચે જિલ્લા ભાજપના પ્રમુખ સંદીપ દેસાઈની આગેવાનીમાં ડિસ્ટ્રીક બેંકની ચૂંટણીમાં તમામ બેઠકો જીતવા માટેની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી.

ભાજપની સંકલન બેઠકમાં ઓલપાડ બેઠક ઉપરથી વર્તમાન ડાયરેક્ટર ધનસુખ પટેલનું પત્તું કાપી ધારાસભ્ય મુકેશ પટેલને મેદાનમાં ઉતારવા તેમજ એ જ રીતે પૂર્વ ધારાસભ્ય ગંગારામ પટેલ નું પણ પત્તુ કપાઈ જતાં વિરોધનો સૂર જોવા મળ્યો છે. આમ ભાજપના ઉમેદવારોની જાહેરાત ભાજપના આંતરિક રાજકારણમાં રીસામણા-મનામણાનો ખેલ શરૂ થઈ ગયો છે. આ સ્થિતિ વચ્ચે અલ્પેશ દિલીપ ભક્તિની પેનલ, કોંગ્રેસ અને ભાજપની પેનલ વચ્ચે ત્રિપાંખિયો જંગ નક્કી થઈ ગયો છે. જેમાં કેટલીક બેઠકો ઉપર ભાજપના અસંતુષ્ટો મેદાનમાં આવી શકે છે.
Published by:Ashish Goyal
First published:January 04, 2021, 18:17 pm

ટૉપ ન્યૂઝ