Home /News /gujarat /

સુરતમાં પ્રસૂતા સાથે તબીબની ઘોર બેદરકારી, મૃતક દર્દીના પરિવારને રૂ. 10 લાખનું વળતર ચૂકવવા આદેશ

સુરતમાં પ્રસૂતા સાથે તબીબની ઘોર બેદરકારી, મૃતક દર્દીના પરિવારને રૂ. 10 લાખનું વળતર ચૂકવવા આદેશ

પ્રતીકાત્મક તસવીર

Surat news: આ કેસમાં ડોક્ટરના વર્તનમાં વિરોધાભાસ હોવાનો નિષ્કર્ષ ગ્રાહક પંચે કાઢ્યો હતો

  સુરત: ડોક્ટરને ( Doctor) ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. ડોક્ટર પર દર્દીના જીવનનો આધાર હોય છે. જેથી ડોક્ટરની નાની મોટી ભૂલ સીધી દર્દીના જીવન સાથે સંકળાઇ જાય છે. જોકે, તબીબોને જેટલો જશ મળે તેટલો અપજશ પણ મળે છે. કેટલીક વખત અમુક ડોક્ટર પર બેદરકારી પણ દાખવતા હોવાના આક્ષેપ થાય છે. જેના કારણે તેઓ ક્યારેક દંડને પાત્ર પણ બને છે. આવામાં દર્દી સાથે બેદરકારી દાખવાઈ હોય તેવો વધુ એક સુરતનો (Surat) કિસ્સો સામે આવ્યો છે.

  સુરતમાં ગ્રાહક અદાલતે સુરતના ડોક્ટર અને તેની હોસ્પિટલને પ્રસૂતિમાં મૃત્યુ પામેલી મહિલાના પરિવારને રૂ. 10 લાખનું વળતર ચૂકવવા આદેશ આપ્યો છે. આ કિસ્સામાં કથિત રીતે ડોક્ટરની તબીબી બેદરકારીને સામે આવી છે. મહિલાને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે ડોક્ટર હાજર ન હોવાનો આક્ષેપ થયો છે.

  ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, આ કિસ્સો સુરતના કતાર ગામના ડો. મુકુંદ પટેલ અને નમ્રતા હોસ્પિટલનો છે. જેના સામે કિરીટ દરજી અને તેના પરિવાર દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે, કિરીટ દરજીની પત્ની બિનિતા (28)ને પ્રસવ પીડા થતા 25 જાન્યુઆરી, 2006ના રોજ તાત્કાલિક હોસ્પિટલમાં લઈ અવાઈ હતી. ત્યારે ડૉક્ટર હાજર ન હતા અને હોસ્પિટલના કર્મચારીએ કેસ હાથમાં લીધો હતો. ત્યારબાદ કર્મચારીએ ડોક્ટરને ફોન કર્યો હતો તેથી તેણે ટેલિફોનમાં કર્મચારીને ઇન્જેક્શન આપવાની સૂચના આપી હતી.

  પરિવારના ગંભીર આક્ષેપ

  આ કિસ્સામાં પરિવારે આક્ષેપ સાથે કહ્યું છે કે, બિનિતાને સવારે 7:45 વાગ્યે લેબર રૂમમાં લઈ જવામાં આવી ત્યારે તેની તબિયત સારી હતી. ત્યારબાદ 5 મિનિટમાં તેની તબિયત લથડી હતી. તેણે બાળકને જન્મ આપ્યો પણ ગંભીર સ્થિતિના કારણે તેને અશક્ત શ્રમ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સવારે 11.45 વાગ્યે તેનું મોત નીપજ્યું હતું.

  આ ઘટનામાં મૃતકના પરિવારે સુરતમાં ગ્રાહક તકરાર નિવારણ આયોગ (Consumer Dispute Redressal Commission, Surat)માં ફરિયાદ કરી હતી. પણ ત્યાં તેમની રજૂઆત ફગાવી દેવાઈ હતી. જેથી મૃતકના પરિવારે ગુજરાત રાજ્ય ગ્રાહક વિવાદ નિવારણ પંચનો સંપર્ક સાધ્યો હતો. જ્યાં તેમણે ડોક્ટરની બેદરકારી હોવાનો આક્ષેપ કર્યો હતો. પરિવારનું કહેવું હતું કે, ડોક્ટર મોટાભાગે ગેરહાજર રહ્યા હતા પણ તે લેબર રૂમમાં પાછળથી પ્રવેશ્યા હોવાનો દાવો કરે છે. પરંતુ ત્યાં સુધીમાં દર્દીની હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી.

  આ પણ વાંચો - કડોદરા GIDCની કંપનીમાં આગ લાગતા બેના મોત, 100થી વધુ કામદારોનું કરાયું રેસ્ક્યુ

  તબીબનો બચાવ

  આ આક્ષેપના બચાવમાં તબીબનું કહેવું છે કે, દર્દીની હાલત બગડતાં જ તેણે એક ફિઝિશિયન, એનેસ્થેટિસ્ટ અને ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટને બોલાવ્યા હતા. આ ડોકટરો સાથે પરામર્શ કર્યા બાદ જ દર્દીને વધુ સારી સુવિધાઓવાળી બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. તેમના પ્રયાસોના કારણે બાળક બચી શક્યું હતું.

  આયોગનો મત

  આ કેસમાં ડોક્ટરના વર્તનમાં વિરોધાભાસ હોવાનો નિષ્કર્ષ ગ્રાહક પંચે કાઢ્યો હતો અને કહ્યું હતું કે, લેબર રૂમમાં પ્રવેશતા પહેલા દર્દી સ્વસ્થ હતું અને લેબર રૂમની અંદર તેની સ્થિતિ ગંભીર બની ગઈ હતી તો ત્યાં લેબર રૂમમાં શું થયું હતું તે ફક્ત ડોક્ટર જ જાણે છે. પરંતુ તેની બેદરકારી ન હોવાનું સાબિત કરવા માટે તેણે કોઈ પુરાવા રજૂ કર્યા નથી. તેથી આ કમિશનના મતે દર્દીની ગંભીર સ્થિતિ માટે ડોક્ટર જવાબદાર છે. આ કેસમાં આયોગે ડોક્ટરને ફરિયાદ દાખલ થયા સમયથી 6 ટકા વ્યાજ સાથે 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા કહ્યું છે.
  First published:

  Tags: Consumer court, Woman, સુરત

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन