Home /News /gujarat /

સુરત મનપાની સભામાં કોંગ્રેસનો આક્ષેપ, પાલ-ઉમરા બ્રિજનુ કામ ભાજપના નેતાને લીધે અટક્યું

સુરત મનપાની સભામાં કોંગ્રેસનો આક્ષેપ, પાલ-ઉમરા બ્રિજનુ કામ ભાજપના નેતાને લીધે અટક્યું

  સુરતના મહાનગરપાલિકાની બુધવારે યોજાયેલી સામાન્ય સભામાં પાલ-ઉમરા બ્રિજનું કામ ધારાસભ્ય હર્ષ સંઘવી અને કોર્પોરેટર હિતેશ ગામીતને કારણે અટક્યું હોવાનો કોગ્રેસના કોર્પોરેટરોએ આક્ષેપ કર્યો હતો. તેમજ કોન્ટ્રાક્ટરને ડેવિએશન ચુકવવાનું આવે તો તેમની પાસે વસુલવા માગ કરી છે. જોકે બ્રિજ પૂર્ણ નહિ થતા 5 લાખ લોકો ને અસર થઇ છે તેવામાં સાશક કોના લીધે આ વિસ્તાર ના 5 લાખ લોકોને બાનમાં લેવામાં આવિયા હોય તેવું લાગી રહ્યું છે.

  શહેરના પાલ અને ઉમરા બ્રિજને જોડતાં સુરત મહાનગરપાલિકાનાં મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવા આ બ્રિજને રૂ.90 કરોડનાં ખર્ચે તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. બ્રિજનું કામ પણ શરૂ કરી દેવાયું હતું, અને ઝડપભેર કામ કરાતાં હાલ બ્રિજનું કામ લગભગ 90 ટકા જેટલું પુર્ણ પણ કરી દેવામાં આવ્યું છે. બ્રિજનાં ઉમરા તરફનાં છેડે 25 જેટલાં મિલકતોનાં ડિમોલિશનનાં કારણે બ્રિજનું કામ અટકી પડ્યું છે. મિલકતદારો સાથે લાંબી વાતચીત તેમજ કાનુની લડત પછી સ્થાયી સમિતિએ મિલકતદારોને સાંભળવા બોલાવ્યા હતાં. જેમાં સ્થાયી સમિતિ દ્રારા અસરગ્રસ્તોને જમીનનાં બદલામાં જમીન આપવાનું તેમજ હાલનાં મકાનની વેલ્યુ પ્રમાણે વળતર આપવાની જે માંગણી હતી તે પુર્ણ કરવાની ખાતરી આપવામાં આવી છે. જોકે આ પ્રસ્તાવ સાથે 25માંથી ફક્ત 7 અસરગ્રસ્તો જ સહમત થયાં છે જ્યારે હજી પણ 18 અસરગ્રસ્તોએ બ્રિજ સામે વિરોધ વ્યક્ત કર્યો છે. તે બાદ સ્થાયી સમિતિએ તેમને એક અઠવાડિયાનો સમય આપીને આ પ્રસ્તાવ પર વિચારણા કરવા નહિં તો પછી રાજ્ય સરકાર પાસે ફરજીયાત જમીન સંપાદનનો ઠરાવ લાવીને જમીનનો કબ્જો મેળવવાની તૈયારી બતાવી હતી.

  સુરત મહાનગર પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષના નેતા પ્રફૂલ્લ તોગડિયાએ કહ્યું કે પાલિકાએ ત્રણ હજાર અને પાંચ હજાર ઝૂપડાંઓ તોડ્યા ત્યારે વાટાઘાટો કરી નહીં અને તોડી પાડ્યા. ભાજપને મત આપતા ફક્ત 22 પરિવારોને કારણે લાખો લોકોને બાનમાં લીધા. પાલ-ઉમરા બ્રિજની સમય મર્યાદા ડિસેમ્બર 2017માં પુરી થઈ ગઈ છે. પાંચ મહિના પુરા થવાના હવે કોન્ટ્રાક્ટર કરોડોનું ડેવિએશન માગશે જેના પૈસા ધારાસભ્ય હર્ષ સંઘવી અને કોર્પોરેટર હિતેશ ગામીતની મિલકતો વેચી અથવા વસુલીને ચુકવો. આજે પાંચ લાખથી વધુ લોકો જે તકલીફ ભોગવી રહ્યાં છે, તેના મૂળમાં ધારાસભ્ય હર્ષ સંઘવી અને કોર્પોરેટર હિતેશ ગામીત જ છે. નહીં તો આ બ્રિજ સન 2014માં તૈયાર થઈ ગયો હોત. જો કે સ્થાયી ચેરમેન રાજેશ દેસાઈએ જવાબમાં કહ્યું કે સ્થાયીએ કલમ 78 મુજબ ફરજિયાત જમીન સંપાદનનો ઠરાવ કરી રાજ્ય સરકારમાં મોકલી દીધો છે.જરૂર પડશે તો ફરજિયાત સંપાદન કરાશે. તેમ છતાં સમજાવટથી કાર્યવાહી પુરી કરવાનું ચાલુ છે.

  જોકે વિકાસ ની વાત કરતા ભાજપ શાસકો ના ની મનમાની ને લઈને છેલ્લા 4 વર્ષથી પાલ ઉમરા બ્રિજ કોરભે ચાડિયો છે તેવામાં સુરતની વિકાસના નામે તોડી પડી છે તેવામાં આ મિલ્કિ ને ભાજપ સાશકો બચાવશે કે પછી વિકાસ નામે તેને તોડી પાડીને શહેર ના લોકોની શુંખાખરી માં વધારો કરશે તે જોવાનું રહ્યું.
  Published by:kiran mehta
  First published:

  Tags: Due, Meeting, Stopped, Surat Corporation, ભાજપ નેતા

  આગામી સમાચાર