ચાર મહિના પહેલા જ અપાઇ હતી ફાયર નોટિસ, પગલા ન લીધા અને સર્જાઇ દુર્ઘટના

 • Share this:
  સુરત આગની ઘટનામાં 20 જેટલા માસુમ બાળકોના મોત બાદ રાજ્યભરમાં આઘાતનું મોજુ ફરી વળ્યું છે. મુખ્યમંત્રીથી લઇને પીડિતો જવાબદાર સામે પગલા લેવાની વાત કરી રહ્યાં છે. તો સ્થાનિક સૂત્રોએ જણાવ્યું કે અગાઉ ચાર મહિના પહેલા જ શહેરના ફાયર બ્રિગેડ દ્વારા આ ક્લાસીસને નોટિસ ફટકારવામાં આવી હતી.

  ફાયર અધિકારીએ શું જણાવ્યું હતું કે, ત્રણ ફ્લોરથી ઉપર સુધી આગ ફેલાયેલી હતી. પરંતુ ક્લાસિસમાં અંદર જવાનો કોઇ રસ્તો ન્હોતો મળતો છતાં પણ આગને ચીરને ફાયર ફાઇટિંગ કરવા લાગ્યા હતા. અત્યારે રેસ્ક્યૂ ઓપરેશન હાથધરાયું છે. તો સ્થાનિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટ્યૂશન ક્લાસીસ જ્યાં આવેલી છે તે એપાર્ટમેન્ટને ચાર મહિના પહેલા જ ફાયર બ્રિગેડ દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી.

  એક ક્લિક કરીને જાણો ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ

  આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે, આ ગંભીર પ્રકારની ઘટના છે. અત્યારે ઘટનામાં ઇજાગ્રસ્ત બાળકોને સારી રીતે સારવાર મળી રહે તેની કામગીરી ચાલી રહી છે. મને લાગે છે કે આવી ઘટનામાં વહિવટી તંત્ર નિષ્ફળ ગયું છે. તંત્ર દ્વારા હંગામી ધોરણે કામ કરે છે પરંતુ પરિણામ સુધી લઇ જવાતું નથી. આવી ઘટના બાબતે વહિવટી તંત્ર નિષ્ફળ ગયું છે.ટ્યૂશન ક્લાસિસમાં ભીષણ આગ લાગી હતી. જેની જાણ થતાં જ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બાળકોના મોતનું દુઃખ વ્યક્ત કર્યું હતું અને સાથે સાથે તપાસના આદેશ આપ્યા હતા.

  પોલીસ કમિશ્નર સતિષ શર્માના જણાવ્યું હતું કે, ટ્યૂશન ક્લાસિસમાં આગ લાગવાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. 100થી વધુ પોલીસ ફસાયેલા વિદ્યાર્થીઓને બહાર કાઢવા અને સ્થાનિક લોકોએ કાબુમાં લેવા માટે કામે લાગ્યા છે. આ ઘટનામાં જે પણ કશુરવાર હશે તેમની સામે કાયદેસર કાર્યવાહી હાથધરવામાં આવશે.
  Published by:Sanjay Vaghela
  First published: