સુરત : ચેક ક્લિયરિંગ 800 કરોડથી ઘટીને 80 કરોડ પર પહોંચ્યું, ઓનલાઇન ટ્રાન્જેકશનમાં વધારો


Updated: March 31, 2020, 10:49 PM IST
સુરત : ચેક ક્લિયરિંગ 800 કરોડથી ઘટીને 80 કરોડ પર પહોંચ્યું, ઓનલાઇન ટ્રાન્જેકશનમાં વધારો
પ્રતિકાત્મક તસવીર

લોકો ઘરમાં હોવાથી અને વેપાર ઉદ્યોગ બંધ હોવાથી ક્લિયરિંગ પર સીધી અસર

  • Share this:
સુરત : કોરોના વાયરસના લીધે ચેક ક્લિયરિંગ અને રોકડ ઉપાડનું પ્રમાણ ખૂબ ઘટી ગયું છે. જ્યારે ઓનલાઈન ટ્રાન્જેક્શનમાં 50 ટકાનો વધારો થયો છે. સામાન્ય દિવસોમાં સુરત શહેરમાં પ્રતિદિન 800 કરોડનું ચેક ક્લિયરિંગ થતું હતું, જે હાલમાં ઘટીને 80 કરોડથી પણ ઓછું થઈ ગયું છે. લોકો ઘરની બહાર જ નીકળતા ન હોવાથી ચેક ક્લિયરિંગમાં આવી રહ્યાં નથી. બીજી તરફ ઓનલાઈન ટ્રાન્જેક્શન વધી ગયા છે. પ્રતિદિન 100 કરોડના ટ્રાન્જેક્શન અત્યારે વધીને 150 કરોડ થયા છે.

દરમિયાન કેટલીક બેંકોએ કર્મચારીઓના પગાર કરવા માટે રેગ્યુલર ખાતેદારોને ઈ-મેઈલ પર મંજૂરી આપે તો કર્મચારીઓના ખાતામાં ડાયરેક્ટ પગાર જમા કરવાની પણ સુવિધા આપી છે, જેનો પણ ગ્રાહકો લાભ લઈ રહ્યાં છે. ખાનગી બેંકના કર્મચારીએ કહ્યું કે, ગ્રાહકોને ઓછી તકલીફ પડે તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. હાલમાં પણ બેંકો જે ખુલે છે તેમાં પણ ખુબ જ ઓછા લોકો આવે છે. લોકો રૂપિયાનો ઉપાડ કરવાનું પણ ટાળી રહ્યા છે. જેથી બેંકમાં પણ કામગીરી ખુબ જ ઘટી ગઇ છે. સાથો સાથ લોન ઇન્કવાયરી અને લોન મેળવા માટે પણ લોકો નથી આવતા તે પણ કામગીરી બંધ હોય તેમ ચાલી રહી છે.

આ પણ વાંચો - શું તમને મળશે લોનની EMI પર છૂટ! જાણો બેંકો તરફથી જાહેર કરાયેલા નિયમો વિશે

1 એપ્રિલે હિસાબી દિન, ગ્રાહકો માટે બેન્કો બંધ રહેશે

બુધવારે 1 એપ્રિલના રોજ હિસાબી દિન હોવાના લીધે બેંકોની શાખાઓ માત્ર સ્ટાફ માટે ખુલ્લી રહેશે. બુધવારે દિવસ દરમિયાન ગ્રાહક લક્ષી કોઈ પણ કામગીરી કરવામાં આવશે નહીં. તેથી પગાર કરવા માંગતા ઉદ્યોગકાર, કારખાનેદારોએ એક દિવસ હજુ રાહ જોવી પડશે.
First published: March 31, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading