Home /News /gujarat /

'પાટીદારોએ 14 દિકરા ખોયા,મા-બેનની સુરક્ષા જોખમાઇ ત્યારે પણ તમે કેમ મૌન રહ્યા'

'પાટીદારોએ 14 દિકરા ખોયા,મા-બેનની સુરક્ષા જોખમાઇ ત્યારે પણ તમે કેમ મૌન રહ્યા'

અમદાવાદઃ રથયાત્રા અષાઢી બીજે રંગેચંગે શાતિપુર્ણ માહોલમાં સંપન્ન થઇ છે. જેને લઇને પોલીસ સહિત તંત્રએ રાહત અનુભવી છે. ભલે ગઇકાલે નાથ ભક્તોને મળવા નગર ચર્યાએ નીકળ્યા હતા પરંતુ આજે જગતના નાથ પાસે ન્યાય માગવા માગે પાટીદારો જવાના છે. આજે સાંજે ચાર વાગ્યે પાટીદાર આદોલન સમિતિ(પાસ)ના કેતન પટેલ, ચિરાગ પટેલ અભીક પટેલ સહિત પાસના કન્વીનરો અને કાર્યકરો ભગવાન જગન્નાથજીના મંદિરે થશે. તેમજ ગુજરાતમાં સુશાસન આવે અને શાસનકર્તાઓને પ્રભુ સદબુધ્ધિ આપે તેવી અરજ કરશે. તેમજ સત્તા લાલચુ સરકારે હાર્દિક પટેલને જેલમાં પુરી પાટીદારો પર જે દમન ગુજાર્યો છે તેની રજુઆત કરીને ભગવાન જગન્નાથજી પાસે પાટીદારો ન્યાય માગવાના છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
અમદાવાદઃ રથયાત્રા અષાઢી બીજે રંગેચંગે શાતિપુર્ણ માહોલમાં સંપન્ન થઇ છે. જેને લઇને પોલીસ સહિત તંત્રએ રાહત અનુભવી છે. ભલે ગઇકાલે નાથ ભક્તોને મળવા નગર ચર્યાએ નીકળ્યા હતા પરંતુ આજે જગતના નાથ પાસે ન્યાય માગવા માગે પાટીદારો જવાના છે.

આજે સાંજે ચાર વાગ્યે પાટીદાર આદોલન સમિતિ(પાસ)ના કેતન પટેલ, ચિરાગ પટેલ અભીક પટેલ સહિત પાસના કન્વીનરો અને કાર્યકરો ભગવાન જગન્નાથજીના મંદિરે થશે. તેમજ ગુજરાતમાં સુશાસન આવે અને શાસનકર્તાઓને પ્રભુ સદબુધ્ધિ આપે તેવી અરજ કરશે. તેમજ સત્તા લાલચુ સરકારે હાર્દિક પટેલને જેલમાં પુરી પાટીદારો પર જે દમન ગુજાર્યો છે તેની રજુઆત કરીને ભગવાન જગન્નાથજી પાસે પાટીદારો ન્યાય માગવાના છે.

pass

પાટીદારોએ મીડિયાને જાણ કરતો એક લેટર પણ લખ્યો છે જેમાં અનેક આરોપો લગાવ્યા છે. આનંદીબહેનને પણ આડકતરી રીતે આડેહાથ લઇ ભાજપ પર પ્રહારો કઇ સત્તા લાલચુ સરકાર ગણાવી છે. સમગ્ર લેટરમાં શુ લખ્યું છે જે જાણો..
આજે પ્રભુશ્રી નગર પરીક્રમા કરીને આવ્યા છો નીજગૃહે પરત ફરો છો ત્યારે એક લાચાર પાટીદાર કેતન લલીતભાઇ પટેલ(કોર-મેમ્બર,પાટીદાર અનામત આંદોલન સમિતિ-ગુજરાત) આપના ચરણોમાં એક અરજ કરે છે કે ભગવા બતાવી રામ મંદિરથી શરૂ કરેલી યાત્રા આજે પાટીદાર અનામત આદોલન પર આવીને અટકી છે. આપ નગરની પરીક્રમા કરી ચુક્યા છો અને અંતરયામી છો. અધર્મિ લોકો શાસન કરી રહ્યા છે.
તા.25 ઓગસ્ટે આપ નિદ્રામા હતા અને હાર્દિક સાથે અમે ગ્રાઉન્ડ પર હતા. ત્યારે સેવકના રૂપમાં તૈનાત પોલીસે જે લાઠીચાર્જ કોઇ અધર્મિ નેતાના ઇશારે કર્યો અને ત્યારબાદ સત્તા લાલચુ પક્ષોના કાર્યકરો દ્વારા ગુજરાતની શાંતીભંગ કરાઇ અને ભ્રષ્ટ્રાચારી નેતાઓ પોતાની ખુરશી બચાવી રાખવામાં લાગી ગયા.
પાટીદાર સમાજે હક્ક માટે 14 દિકરા ખોયા, દુરાચારોની લાઠીઓ ખાધી અને મા-બેનની સુરક્ષા જોખવાઇ ત્યારે પણ કદાચ આપ સદૈવની જેમ મૌન જ રહ્યા.
તમને જગતના નાથ કહે છે આપનાથી વિશેષ કોઇ કોર્ટ નથી. શાસકનનો લાભ લઇને શાશકો જે આપનો રથ ખેચવા તૈયાર હોય છે જેના પરીણામે સામાન્ય જનતાને દર્શનનો લાભ પણ છીનવાય છે. આપના દારે શાસક કે પ્રજા બધા જ સમાન હોય છે તો રથ ખેંચવા શાસકો જ કેમ?
જગતના નાથ સામે મારી અરજી છે કે આ અધર્મિ સરકારે પાટીદારો પર જે દમન ગુજારી ખોટા કેસ કર્યા છે તે સત્વરે પરત લે અને હાર્દિકને જેલ મુક્ત કરે. બેટી બચાવોની વાત કરતી સરકારે બહેનોને પણ જેલમાં મુકતા વિચાર નથી કર્યો. માતૃપ્રેમમાં અંધ બનેલી માતાને પોતાના પરિવાર સિવાય ગુજરાતની મોંઘવારી દેખાતી નથી. પાટીદાર આજે ઘર વિહોળો બન્યો છે.
નિશાળે જતો બાળક પૂછે છે ભણીને નોકરી તો મળશે ને! ડીગ્રી વેચાય છે અને મંત્રીઓના ઘર ઉભરાય છે. અધિકારીઓના છોકરાઓ વિદેશમાં ભણે છે અને ખેડૂતના દિકરા માટે પુસ્તક નથી.
હે જગતના નાથ આપ બલરામ જેવા ભાઇ સાથે સુભદ્રા જેવી બેન સાથે ભક્તોના લાડકોડથી નગર ચર્યા કરી આવ્યા તો શું જોયું?
પાટીદાર, ગરીબ,ખેડૂત, વેપારી,મધ્યમવર્ગની પીડા દેખાઇ ખરી! હે પ્રભુ આ ભ્રષ્ટ્રાચારી, અધર્મી સરકારને સાચો માર્ગ આપજો. શાસન ચલાવવા સદબુદ્ધિ આપજો.
જગતના નાથ આવતી યાત્રા સુધીમાં ગુજરાતની દીશા અને દશા બદલાય તેવું જોજો. આવનારા સમયમાં ગુજરાત અને સમગ્ર દેશ-દુનિયામાં ધર્મ સ્થપાય એવી પ્રાર્થના અને આપના ચરણોમાં વંદન.
કેતન પટેલ
પાસ,કોર કમીટી-ગુજરાત
First published:

Tags: અનામત આદોલન, કેતન પટેલ, પાટીદાર આંદોલન, પાસ, ભગવાન જગન્નાથજી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन