Home /News /gujarat /

કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર, બદલાતા વાતવરણને કારણે વલસાડની કેરીઓને મોટી અસર

કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર, બદલાતા વાતવરણને કારણે વલસાડની કેરીઓને મોટી અસર

બદલાતા વાતાવરણની કેરીના પાક પર અસર

Valsad News: પ્રતિકૂળ વાતાવરણને કારણે કેરીના ફ્લાવરિંગ બાદ અત્યાર સુધી થયેલા કમોસમી વરસાદ અને અવાર નવાર છવાયેલા  વાદળછાયા વાતાવરણને કારણે કેરીના પાકને મોટી અસર થઈ છે.

    ભરતસિંહ વાઢેર, વલસાડ: જિલ્લામાં (Valsad Mango) પણ છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. જેના કારણે કેરી સહિતના ખેતીના (Farmer) પાકને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. આથી ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે. મહત્વપૂર્ણ છે કે, આ વર્ષે વલસાડ જિલ્લામાં આંબાવાડીઓમાં  કેરીનો પાક માત્ર 15થી 20 ટકા બચ્યો હતો. પ્રતિકૂળ વાતાવરણને કારણે કેરીના ફ્લાવરિંગ બાદ અત્યાર સુધી થયેલા કમોસમી વરસાદ અને અવાર નવાર છવાયેલા  વાદળછાયા વાતાવરણને કારણે કેરીના પાકને મોટી અસર થઈ છે. આથી  કેરીના ઉત્પાદનમાં મોટું નુકસાન થયું હતું.

    એવામાં છેલ્લા બે દિવસથી વલસાડ જિલ્લાના વાતાવરણમાં આવેલા પલટા કારણે છવાયેલા વાદળછાયા વાતાવરણથી કેરીના પાકને નુકસાનીની શક્યતા જોવાઇ રહી છે. આથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. મહત્વપૂર્ણ છે કે, વલસાડ જિલ્લાની વલસાડી આફૂસ સહિતની કેરી ખૂબ જ સંવેદનશીલ હોય છે. વાતાવરણમાં થોડા જ ફેરફારની સીધી અસર કેરીના પાક અને ઉત્પાદન પર પડે છે.

    બદલાતા વાતાવરણની કેરીના પાક પર અસર


    આથી આ વખતે વલસાડ જિલ્લાના વાતાવરણમાં આવેલા પલટાને કારણે છવાયેલા વાદળછાયા વાતાવરણથી કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. મહત્વપૂર્ણ છે કે, છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે ખેડૂતોને કેરીના પાકમાં નુકસાન થઈ રહ્યું હતું, આ વખતે બે વર્ષનું નુકસાન ભરપાઈ થશે તેવી આશા ખેડૂતો સેવી રહ્યા હતા. આ વર્ષે  સીઝનની શરૂઆતમાં આંબા ઉપર મોટા પ્રમાણમાં મોર બેઠા હતા.

    આ પણ વાંચો - નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય કે હાર્દિક પટેલ છેડો ફાડે, ભાજપને કોઇ ફરક પડતો નથી: દિલીપ સંઘાણી

    આથી આ વખતે કેરીનો ભરપૂર પાક થશે તેવી ખેડૂતો આશા સેવી રહ્યા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી વાતાવરણમાં વારંવાર આવેલા પલટા અને કમોસમી વરસાદને કારણે કેરીના પાકને ખૂબ જ વ્યાપક પ્રમાણમાં અસર થઈ હતી. પરિણામે આ વખતે વલસાડ જિલ્લામાં માત્ર 15 થી 20 ટકા જ કેરીનો પાક બચ્યો છે.



    એવામાં છેલ્લા બે દિવસથી છવાયેલા વાદળછાયા વાતાવરણ અને  હજુ પણ વાદળછાયા વાતાવરણ અને કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આથી વલસાડ જિલ્લાના કેરી સહિતના પાકને નુકસાનની ભીતિ ને કારણે ખેડૂતોના જીવ અદ્ધર છે. છેલ્લા બે વર્ષથી કોરોના ના કારણે નુકસાન સહન કરતા ખેડૂતોને આ વર્ષે બદલાયેલા વાતાવરણ એ  પડ્યા પર પાટુ માર્યું હોય તેવો ઘાટ સર્જાયો છે.આથી ખેડુતો આ વખતે સરકાર સમક્ષ મદદની અપેક્ષા રાખી રહ્યા છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat Weather, ગુજરાત, વલસાડ

    આગામી સમાચાર