'પાવર ઓફ પાટીદાર' ફિલ્મના પ્રોડ્યુસર દીપક સોનીએ જણાવ્યું હતુ કે, ગત તારીખ 22/7/2016ના રોજ મુંબઈના ફેમસ સ્ટુડીયોમાં સેન્સર બોર્ડના અધિકારીઓ સામે શો યોજવામાં આવ્યો હતો. જેમાં ભાજપ-કોંગ્રેસના એક એક સભ્ય સહિત સેન્સર બોર્ડના અધિકારીઓ હાજર રહ્યાં હતા. જેમણે સમગ્ર ફિલ્મનો વિરોધ નોંધાવ્યો હતો. જો કે, ફિલ્મના પ્રોડ્યુસર દ્વારા ફિલ્મમાં કટ આપવાની વાત કરાઈ, ત્યારે સમગ્ર ફિલ્મની રજૂઆત સામે વાંધો ઉઠાવ્યો હતો.
ફિલ્મને અટકાવવા અંગે પ્રોડ્યુસર દીપક સોનીને અધિકારીઓએ જણાવ્યું હતું કે, પાવર ઓફ પાટીદાર ફિલ્મમાં ઓરિજનલ કન્વિનર હાર્દિક પટેલનું નામ, હાર્દિક પટેલનો પરિવાર, પાટીદાર ટાઈટલ, અનામત સમિતિનું નામ પણ ન દર્શાવી શકાય. આ સિવાય ફિલ્મમાં દર્શાવાયેલ નલીન કોટડિયાના દ્રશ્ય સામે પણ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. આ સિવાય પાટીદાર અનામત આંદોલનનો લોગો ફિલ્મમાં દર્શાવાયો હોવાથી તે પણ ન લઈ શકાય તેમ અધિકારીઓએ ફિલ્મ રિજેક્ટ કરતા જણાવ્યું હતુ.