ભરૂચની 8 શાળા માન્યતા ન હોવા છતાં ચલાવે છે CBSE અભ્યાસક્રમ

ભરૂચઃ ભરૂચ જીલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જીલ્લાની કુલ ૪૯ શાળામાં ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં કુલ ૮ શાળા પરવાનગી વગર સીબીએસઈનો અભ્યાસક્રમ ચલાવતી હોવાનું બહાર આવતા તમામ ૮ શાળાને નોટીસ પાઠવવામાં આવી છે.

  • Pradesh18
  • Last Updated :
  • Share this:
ભરૂચઃ ભરૂચ જીલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જીલ્લાની કુલ ૪૯ શાળામાં ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં કુલ ૮ શાળા પરવાનગી વગર સીબીએસઈનો અભ્યાસક્રમ ચલાવતી હોવાનું બહાર આવતા તમામ ૮ શાળાને નોટીસ પાઠવવામાં આવી છે.

સમગ્ર રાજ્યમાં પરવાનગી વગર સીબીએસઈ અભ્યાસક્રમ ચલાવતી શાળાઓ પર અવાય બોલાવવામાં આવી રહી છે ત્યારે ભરૂચ જીલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા ભરૂચ જીલ્લાની ૪૯ શાળામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.શિક્ષણ વિભાગના ચેકિંગમાં કુલ ૪૯ પૈકી ૮ શાળામાં સીબીએસઈનો અભ્યાસક્રમ પરવાનગી વગર ચલાવવામાં આવતો હોવાનું બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ તમામ શાળાને શિક્ષણ વિભાગદ્વારા નોટીસ પાઠવવામાં આવી છે.

આઠ શાળામાંભરૂચનીએસ.એન.પી.એસ.સ્કુલ,ફેઈથ કેલવરી સ્કુલ,નિધિ વિદ્યાભવન,ઓક્ષેલિયમ સ્કુલ અને અંકલેશ્વરની એસેન્ટ શાળા,નાલંદા હાઈસ્કુલ,નેશનલ હાઈસ્કુલ અને અમ્રીયા એકેડમી શાળાનો સમાવેશ થાય છે.આઠ શાળા પેકી ૬ પ્રાથમિક વિભાગની છે. જ્યારે ૨ શાળા માધ્યમિક વિભાગની છે.આ શાળા પર શિક્ષણ વિભાગના આદેશ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.
First published: