Home /News /gujarat /

નવસારીમાં કોંગ્રેસનું કોળી ફેક્ટર ભાજપનાં સી.આર.પાટીલને હરાવશે?

નવસારીમાં કોંગ્રેસનું કોળી ફેક્ટર ભાજપનાં સી.આર.પાટીલને હરાવશે?

નવસારી બેઠકના ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલ અને કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ પટેલ

નવસારી લોકસભાની ચૂંટણીનાં મતદાનને હવે માત્ર ચાર દિવસ બાકી રહ્યાં છે ત્યારે ભાજપનાં ગઢ નવસારીમાં કોંગ્રેસનું કોળી કાર્ડ અસરકારક સાબિત થશે ?

    ન્યૂઝ 18 ગુજરાતી : નવસારી લોકસભા બેઠક ભારતીય જનતા પક્ષે ત્રીજી વખત સીટીંગ સાંસદ સી.આર.પાટીલ પર પસંદગી ઉતારી છે. જ્યારે કોંગ્રેસે કોળી સમાજનાં યુવા નેતા અને વિજલપોર નગર પાલિકાનાં માજી પ્રમુખ ધર્મેશ પટેલને ઉતાર્યા છે. ભાજપનું સગંઠન બળ તેમની સાથે છે. જો કે, આ વખતે કોળી સમાજ દ્વારાં આ બેઠક કોળી સમાજને ફાળવવાની માંગ ઉઠી હતી. કોંગ્રેસે આ બેઠક પર કોળી ઉમેદવાર ઉતાર્યા છે.

    આ બેઠક પર કોળી ઉપરાંત પરપ્રાંતિય મતદારોનું સંખ્યાબળ વધારે છે. બીજી તરફ કોંગ્રેસનાં ઉમેદવાર ધર્મેશ ભીમભાઈ પટેલ પ્રથમ વખત લોકસભાની ચૂંટણી લડી રહયા છે. કોંગ્રેસનાં પરંપરાગત મતો અને કોળી ઉમેદવાર હોવાથી કોળી મતો મળે તેવી શકયતા છે.

    આ બેઠક પર કુલ 1971465 મતદારો છે. જેમાં 1076400 પુરુષ મતદારો છે જ્યારે 894988 મહિલા મતદારો છે.

    આ વિસ્તારમાં શું સમસ્યાઓ છે ?

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નોટબંધી જી.એસ.ટી.નાં કારણે બરબાદ થયેલા ઉદ્યોગ ધંધાવાળા ભાજપને નડે તો નવાઇ નહીં. આ સિવાય, બુલેટ ટ્રેન માટે ખેડૂતોને તેમની જમીનની બજાર કિંમતની ચાર ગણી રકમ સાથે વળતર આપવાની માંગણીની સરકારે અવગણના કરી હોવાથી નવસારી જિલ્લાનાં ખેડૂતો નારાજ છે. ભારતમાલા પ્રોજેક્ટ માટે ખેડૂતો અને આદિવાસીઓની જમીન સંપાદનને લઈને પણ નારાજગી છે. આ ઉપરાંત, નવસારી બીલીમોરા અમલસાડ રેલવે સ્ટેશને ટ્રેનોની નવી સુવિધા, વર્ષોથી સ્ટોપેજોની પડતર માંગણીઓ પુરી નહીં થવાની લાગણી પણ છે.



    જાતિગત સમિકરણો:

    આ બેઠક પર કોળી (4.70 લાખ મતો). મહારાષ્ટ્રિય (2.50 લાખ મતો), ઉત્તર ભારતીયો (2.50 લાખ મતો), આદિવાસીઓ (2.20 લાખ મતો), ઓડિયા (1.20 લાખ મતો) અને 1.30 લાખ મતો મુસ્લિમોનાં છે. નવસારી લોકસભા બેઠકમાં સુરત જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો લીંબાયત ઉધના, મજૂરા, ચોર્યાસી તેમજ નવસારી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો, જલાલપોર, નવસારી, ગણદેવી મળીને સાત બેઠકોનો સમાવેશ છે. ઉપરોક્ત તમામ ૭ વિધાનસભાની બેઠકો પર ભાજપનાં ઉમેદવારો ચૂંટાયા હતા. ઉપરોક્ત સાતેય વિધાનસભા બેઠકો અંતર્ગત આવતી નગર પાલિકા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગર પલિકામાં ભાજપનું શાસન ચાલે છે.

    નવસારી લોકસભા બેઠક વર્ષ ર૦૦૯માં અસ્તિત્વ આવી હતી. તે અગાઉ નવસારી જિલ્લો વલસાડ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ હતો. વર્ષ ર૦૦૯માં નવસારી લોકસભા બેઠક પર ભાજપનાં ઉમેદવાર સી.આર.પાટીલ વિજેતા થયા હતા. નવસારી જિલ્લો અગાઉ વલસાડ લોકસભા બેઠકમાં સમાવિષ્ઠ હતો. નવા થયેલાં સીમાંકન બાદ વર્ષ ર૦૦૯માં નવસારી લોકસભાની અલગ બેઠક જાહેર થઈ હતી. જેમાં સુરત જિલ્લાનાં લીંબાયત-ઉધના-મજુરા અને ચોર્યાસી વિધાનસભા વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને જલાલપોર, નવસારી, ગણદેવી મળી કુલ સાત વિધાનસભા વિસ્તાર મળી નવસારી લોકસભા બેઠક બની હતી. સુરતનાં ૬૦ અને નવસારીનાં ૪૦ ટકા મતદારો આ બેઠકમાં મતદારો છે. આ વિસ્તારમાં રર રાજ્યોનાં લોકોનો સમાવેશ મતદાર તરીકે થતો હોવાથી નવસારી બેઠક મીની ભારત પણ ગણાય છે.

    વર્તમાન સાંસદનું કાર્ડ
    નવસારી લોકસભા બેઠક ભારતીય જનતા પક્ષે ત્રીજી વખત સીટીંગ સાંસદ સી.આર.પાટીલ પર પસંદગી ઉતારી છે. સી.આર.પાટીલ પ્રથમ વખત વર્ષ ર૦૦૯માં ભાજપની ટીકિટ પર નવસારી બેઠક પર ચૂંટણી લડયા હતા. પરપ્રાંતિય મતદારો પર તેમનું ઘણું પ્રભુત્વ છે. આ બેઠક પર પરપ્રાંતિય મતદારનો નિર્ણાયક ગણાય છે. સી.આર.પાટીલની 91 ટકા સંસદમાં હાજરી છે. તેમણે સસંદમાં 6 ડિબેટમાં ભાગ લીધો છે. 294 પ્રશ્નો પુછ્યા છે અને 6 પ્રાઇવેટ બીલો રજૂ કર્યા હતા.

    કોની-કોની વચ્ચે છે જંગ ?
    નવસારી લોકસભા બેઠક ભારતીય જનતા પક્ષે ત્રીજી વખત સીટીંગ સાંસદ સી.આર.પાટીલ પર પસંદગી ઉતારી છે. સી.આર.પાટીલ પ્રથમ વખત વર્ષ ર૦૦૯માં ભાજપની ટીકિટ પર નવસારી બેઠક પર ચૂંટણી લડયા હતા. કોંગ્રેસે કોળી સમાજનાં યુવા નેતા અને વિજલપોર નગર પાલિકાનાં માજી પ્રમુખ ધર્મેશ પટેલને ઉતાર્યા છે.

    અનુમાન:
    આ બેઠક પર ભાજપનાં ઉમેદવાર સી.આર.પાટીલ મજબૂત ઉમેદવાર છે. ભાજપનો ગઢ છે. આ લોકસભા બેઠક હેઠળ આવતી સાતેય વિધાનસભા બેઠકો ભાજપ પાસે છે. કોંગ્રેસનો દારોમદાર ભાજપ સામેની નારાજગી અને કોળી મતો પર નિર્ભર છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Analysis, Gujarat Loksabha Elections 2019, Loksabha elections 2019, South gujarat Loksabha Elections 2019

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन