સુરત : ફેસબુક પર ડમી એકાઉન્ટ બનાવી યુવતીને કોલગર્લ બતાવી


Updated: December 24, 2019, 7:14 PM IST
સુરત : ફેસબુક પર ડમી એકાઉન્ટ બનાવી યુવતીને કોલગર્લ બતાવી
પ્રતિકાત્મક તસવીર

આ એકાઉન્ટમાં આ યુવતીના બિભત્સ ફોટો મુકીને તેના પર બિભત્સ લખાણ સાથે તેને કોલગર્લ બતાવવામાં આવી

  • Share this:
સુરત : સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતી અને મનપાની કચેરીમાં કામ કરતી યુવતીનું ફેસબુક એકાઉન્ટ બનાવી તેના બિભત્સ ફોટા મુકી તેને કોલગર્લ બતાવી ખરાબ લખાણ સામે આવતા મહિલાએ આ મામલે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.

સોશિયલ મીડિયાનો ખોટો ઉપયોગ કરીને યુવતીઓને હેરાન કરવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે આવી એક ઘટના સુરતમાં સામે આવી છે. યુવતીએ આ મામલે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતી અને મહાનગર પાલિકામાં કોન્ટ્રાક હેઠળ કામ કરતી યુવતીનું સોશિયલ મીડિયા સાઇટ ફેસબુક પર કોઈ ઈસમ દ્વારા ખોટુ એકાઉન્ટ બનાવામાં આવ્યુ હતું. આ એકાઉન્ટમાં આ યુવતીના બિભત્સ ફોટો મુકીને તેના પર બિભત્સ લખાણ સાથે તેને કોલગર્લ બતાવવામાં આવી હતી.

આ પણ વાંચો - સુરત : પતિને આડાસંબંધની ગંધ આવી જતાં ભાભીએ દિયરને પતાવી દીધો

આ બાબતની યુવતીના ભાઈને ખબર પડતા તેણે પોતાની બહેનને પૂછતાં તેણે કહ્યું હતું કે આજ સુધી તેણે ફેસબુક પર કોઈ એકાઉન્ટ બનાવ્યું નથી. જોકે પોતાના ભાઈએ આ એકાઉન્ટ બતાવતા આ યુવતી ચોંકી ગઈ હતી. તેને કોઈ બદનામ કરવા માટે આ કર્યું હોવાની વાત આ યુવતીએ કરી હતી. તાત્કાલિક આ મામલે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરતા પોલીસે આ મામલે યુવતીની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે. યુવતીના ફોટા જે રીતે ફેસબુક પર મુકવામાં આવ્યા છે તેને લઈને આ કોઈ ઓળખતા વ્યક્તિ દ્વારા ફેસબુક પર એકાઉન્ટ બનાવમાં આવ્યુ હોય તેવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે.
First published: December 24, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading