Home /News /gujarat /

એક જ રાતમાં સુરતના બે ATMમાં તોડફોડ, 3ની કરાઇ ધરપકડ

એક જ રાતમાં સુરતના બે ATMમાં તોડફોડ, 3ની કરાઇ ધરપકડ

ઝડપાયેલા આરોપીઓ

Surat Crime: ATM મશીનમાં રહેલા ફાયર એસ્ટિન્ગ્યુશરથી જ મશીનનો દરવાજો તથા એસ એન.જી. લોક તોડી નાંખવામાં આવ્યું હતું

સુરત: નવા વર્ષની મધરાત્રે પાંડેસરા (Surat Crime news) બાટલીબોય સર્કલ અને પીયૂષ પોઇન્ટ પાસે બે ATM મશીનોમાં ચોરીના ઇરાદે તોડફોડથી પોલીસ તપાસ હાથ આદરી હતી . પોલીસે આ ઘટનામાં ત્રણ યુવાનોની ધરપકડ કરી હતી. ATMમાંથી (ATM) રૂપિયા નહિ નીકળતાં મશીનની તોડફોડ કર્યાનું ઝડપાયેલાં આરોપીઓએ જણાવ્યું હતું.

હીટાચી કંપનીના એ.ટી.એમ. મશીનની જાણવણીનો કોન્ટ્રાક્ટ ધરાવતી અદ્વૈત ટીઝર્વના ચેનલ એક્ઝિક્યુટિવ જયેશ ચૌધરીને નવા વર્ષના મળસકે પાંડેસરા બાટલીબોય સર્કલ નજીક ઐયપ્પા કોમ્પ્લેક્સના ICICI બેન્કનાં ATM મશીનમાં તોડફોડ કરવામાં આવી હતી . ATM મશીનમાં રહેલા ફાયર એસ્ટિન્ગ્યુશરથી જ મશીનનો દરવાજો તથા એસ એન.જી. લોક તોડી નાંખવામાં આવ્યું હતું .રાત્રે ૩:૨૧ વાગ્યે આ મશીનની તોડફોડ કરીને ભાગેલા ત્રણ શખ્સો જ કલાક પછી ૪:૩૦ વાગ્યે પીયૂષ પોઇન્ટ પાસે આવેલાં એક્સિસ બેન્કનાં ATM મશીનના સીસીટીવી કેમેરાની પણ તોડફોડ કરી હતી.

આ પણ વાંચો - Surat Crime: પાણીનો કોક ચાલુ કરવાનું કહી 15 વર્ષની કિશોરીને ધાબે બોલીવી આચર્યુ દુષ્કર્મ, થઇ ધરપકડ

ચોરીના ઇરાદે એક જ રાતમાં બે ATM મશીનની તોડફોડની ઘટનાએ પોલીસને પણ દોડાવી હતી. સીસીટીવી ફૂટેજ તથા ઇનપુટને આધારે પોલીસે કુલદીપ દ્વારકાપ્રસાદ મિશ્રા, અનુરાગ ઓમપ્રકાશ શ્રીવાસ્તવ અને આકાશ ઉર્ફે નીક પ્રભાકરન શ્રીવાસ્તવની ધરપકડ કરી હતી . કુલદીપ પોતાના બંને મિત્રો સાથે મધરાત્રે બંને મિત્રો સાથે ATM માં નાણાં ઉપાડવા ગયો હતો , પરંતુ નાણાં નહિ નીકળતાં ત્રણેયે ગુસ્સામાં મશીનની તોડફોડ કરી હતી. આ ત્રણેય નશામાં હતા કે, કેમ તે પણ પોલીસ ચકાસી રહી છે.

આ પણ વાંચો - સુરત: ચોર માત્ર કારમાં પડેલી વસ્તુઓની કરતો હતો ચોરી, આ રીતે ઝડપાયો

જોકે, આ વિસ્તારમાં આ પ્રકારની ઘટનાઓ અવારનવાર બનતી આવી છે. ત્યારે પોલીસ આ વિસ્તારમાં પેટ્રોલિંગનું પ્રમાણ પણ વધ્યું છે. પણ સૌથી મહત્વની વાત છે કે, હાલ આરોપીઓ પોલીસ પકડમાં આવી જતાં મોટો ગુનો બનતા અટકી ગયો છે. પકડાયેલા ભૂતકાળમાં આ પ્રકારની ઘટનાઓને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. ત્યારે આ ગેંગના અન્ય કયા-કયા સભ્યોની કેવી રીતે મદદ મળી જે તે દિશામાં પણ પોલીસે ઝડપથી તપાસ શરૂ કરી તમામ આવે તેને દબોચી લેવાની કાર્યવાહી શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: ગુજરાત, ગુનો, સુરત

આગામી સમાચાર