કવિઠામાં બુટલેગરે ગામના જ યુવક પર હુમલાના પ્રયાસ કર્યો, ઘરમાં તોડફોડ કરી

કવિઠામાં બુટલેગરે ગામના જ યુવક પર હુમલાના પ્રયાસ કર્યો, ઘરમાં તોડફોડ કરી
કવિઠામાં બુટલેગરે ગામના જ યુવક પર હુમલાના પ્રયાસ કર્યો, ઘરમાં તોડફોડ કરી

અમારો દારૂ મહુવા પોલીસ સ્ટેશનમાં પકડાવી દીધો છે. તેથી અમે છોડવાના નથી. અમે તેને પતાવી દઇશું કહી હુમલો કર્યો

 • Share this:
  કેતન પટેલ, બારડોલી : સુરત જિલ્લાના મહુવા તાલુકાનાં કવિઠા ગામે રહેતા એક યુવાન પર ગામના જ લિસ્ટેડ બુટલેગર તેમજ તેના સાગરીતોએ ભેગા મળી યુવાનની કાર રોકવાના પ્રયાસ બાદ તેનો પીછો કરી યુવાનના ઘરે પહોંચી તેના પર હુમલો કરવાનો પ્રયત્નો કર્યો હતો. આ દરમ્યાન યુવાનની પત્નીને ઇજા પહોંચી હતી તેમજ બે કાર, ઘરની બારીના કાચને નુકસાન પહોંચ્યાડ્યું હતું. આટલું ઓછું હોય તેમ યુવાન પોલીસ ફરિયાદ નોંધાવા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો ત્યારે ફરી આ બુટલેગર અને તેના સાગરીતોએ બારડોલીના લિસ્ટેડ બુટલેગર પિન્ટુ પરસોત્તમ સાથે તેના ઘરે પહોંચી પરિવારને ફરી ધમકાવતાં વાતાવરણ તંગ બન્યું હતું.

  આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના મહુવા તાલુકાનાં કવિઠા ગામે રહેતા દિવ્યેશ ઉર્ફે દેવો મહેન્દ્રભાઈ પટેલ બુધવારના રોજ પોતાની કાર લઈ મહુવા ખાતે ગયા હતા. કામ પૂરું કરીને સાંજે પરત ફરતા હતા ત્યારે કવિઠા ગામે રસ્તામાં નંબર વગરની ફોર્ડ ફિગો કારમાં ગામનો લિસ્ટેડ બુટલેગર હિરેન ધીરુ પટેલ તથા પરેશ અશોક પટેલ ઊભા હતા. આ બંનેએ ભેગા મળી દિવ્યેશની કાર રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમ્યાન દિવ્યેશ કાર લઈને સીધો ઘર તરફ ભાગી ગયો હતો. ત્યારે હિરેન અને પરેશ બંને કાર લઈ તેમના ઘર નજીક પહોંચ્યા હતા. ત્યાં પરેશે હાથમાં લાકડી લઈ ઉશ્કેરાય જઇ દિવ્યેશ ઉપર હુમલો કરવા દોડ્યો હતો અને જણાવ્યુ હતું કે, મહુવા પોલીસને તેં જ બાતમી આપી અમારી વિદેશી દારૂ ભરેલી ગાડી પકડાવી દીધી હતી. અમે તને છોડવાના નથી એમ કહી દિવ્યેશનો પીછો કરતાં હતા ત્યારે તેની પત્ની માલતિ, પિતા મહેન્દ્રભાઈ અને માતા વર્ષાબેન દોડી આવ્યા હતા.  આ પણ વાંચો - અમદાવાદ : હુક્કાની મહેફિલ માણતા 7 નબીરાઓ ઝડપાયા, મેચ જોવાની સાથે બાર જેવી સગવડો અપાતી

  આ દરમ્યાન પરેશે માલતિના ડાબા હાથમાં લાકડીનો સપાટો મારી દીધો હતો. જેથી માલતિએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને જાણ કરતાં મહુવા પોલીસની ગાડી ઘટના સ્થળે દોડી આવી હતી. તેથી આ વ્યક્તિઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. જેથી ઘટના અંગે દિવ્યેશ પોલીસ ફરિયાદ આપવા મહુવા પોલીસ મથકે પહોંચ્યો હતો ત્યારે તેના મોબાઇલ ફોન પર માલતિનો ફોન આવ્યો હતો અને જણાવ્યુ હતું કે, પરેશ તેના સાગરીત પિનલ ઉર્ફે સોમા સુરેશ પટેલ, જેનીશ અનિલ પટેલ, દર્શન મુકેશ પટેલ તેમજ બારડોલીના લિસ્ટેડ બુટલેગર પિન્ટુ પરસોતમ પટેલ તથા બીજા ત્રણ ચાર માણસો ત્રણેક જેટલી ફોર વ્હીલ ગાડી લઈ ઘરે આવ્યા છે અને તેમની પાસે લાકડી અને લોખંડના પાઇપ વગેરે સાધનો છે. અપશબ્દો બોલી ધમકી આપી રહ્યા છે. જણાવી રહ્યા છે કે તેઓ અમારા વિરુદ્ધ મહુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા કેમ ગયા છે? તેણે અમારો દારૂ મહુવા પોલીસ સ્ટેશનમાં પકડાવી દીધો છે. તેથી અમે છોડવાના નથી. અમે તેને પતાવી દઇશું.

  આમ કહી દિવ્યેશની કાર તેમજ તેના બનેવીની કારના કાચ તોડી નાખ્યા હતા અને કારને નુકસાન પહોંચાડયું હતું. ફળિયાના માણસો ભેગા થઈ જતાં બુટલેગર તેમજ તેના સાગરીતો ભાગી છૂટ્યા હતા. બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતાં મહુવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
  Published by:Ashish Goyal
  First published:April 30, 2021, 16:34 pm