સુરત કોંગ્રેસની બોડીને તાત્કાલિક અસરથી વિખેરી નાખવામાં આવી


Updated: January 17, 2020, 11:20 PM IST
સુરત કોંગ્રેસની બોડીને તાત્કાલિક અસરથી વિખેરી નાખવામાં આવી
પ્રતિકાત્મક તસવીર

શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાએ શુક્રવારે રાત્રે શહેર કોંગ્રેસનું માળખું તાત્કાલિક અસરથી વિખેરી નાંખવાની જાહેરાત કરી

  • Share this:
સુરત : શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાએ શુક્રવારે રાત્રે શહેર કોંગ્રેસનું માળખું તાત્કાલિક અસરથી વિખેરી નાંખવાની જાહેરાત કરી છે. પત્રમાં જણાવ્યા મુજબ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની સુચનાથી આ પગલું લેવામાં આવ્યું છે. જોકે પ્રમુખોને યથાવત રાખવામાં આવ્યા છે.

પ્રદેશ ખાતે રાજ્યના તમામ શહેર, જીલ્લા કોંગ્રેસ પ્રમુખો અને નેતાઓની બેઠકમાં પણ માળખું વિખેરીને નવેસરથી નવા સંગઠનની રચના કરવા જણાવવામાં આવ્યું હતું. મહત્વની બાબત એ છે કે ગત લોકસભા ચૂંટણીઓમાં કોંગ્રેસ દ્વારા થયેલ કંગાળ દેખાવ અને એની પાછળ કારણભૂત આંતરિક ખેંચતાણ ધ્યાને લઈને શહેર કોંગ્રેસનું સંગઠન વિખેરી નાંખવાની સુચના આપવામાં આવી હતી.

પત્રમાં જણાવ્યા મુજબ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની સુચનાથી આ પગલું લેવામાં આવ્યું છે


અમદાવાદની જેમ સુરતમાંથી પણ આંતરિક લડાઈ અને સગાવાદ અંગે ગત લોકસભા ચૂંટણી પૂર્વે અને ત્યાર બાદ પણ સતત ફરિયાદો ઉઠવા પામી હતી. શહેરના કોંગ્રેસના કોર્પોરેટરો, સ્થાનિક નેતાઓ સહીત કોંગ્રેસના જુના કાર્યકરો દ્વારા આ બાબતે શહેરમાં આવતા પ્રભારીઓ, નિરીક્ષકો, કેન્દ્રીય નેતાઓ સમક્ષ પણ વારંવાર રજુઆતો કરવામાં આવી હતી. શહેર કોંગ્રેસના સંગઠનમાં પોતીકાઓને બેસાડીને ખરેખર કામ કરનારને કિનારે કરાયાના આક્ષેપો વચ્ચે શહેર કોંગ્રેસની બોડીને વિખેરી નવું સંગઠન બનાવવાની માંગ છેલ્લા 8-10 મહિનાથી થઇ રહી છે. જેમાં અગાઉ જૂથબંધીને કારણે ગત ચૂંટણી સમયે પણ કાર્યકરોએ ઉલટભેર કામ ન કરતા કોંગ્રેસની તમામ સ્થળે ભૂંડી હાર થવા પામી હતી.

હવે આગામી દિવસોમાં પ્રથમ પ્રદેશ સંગઠન બનશે અને ત્યાર બાદ શહેર સંગઠન બનાવવાનું રહેશે. જોકે આ વખતે જંગી સંગઠન બનાવવાની મનાઈ કરવામાં આવી છે.
First published: January 17, 2020
વધુ વાંચો
अगली ख़बर