સુરતમાં હિટ એન્ડ રન, બીએમડબલ્યુ કારે બાઇક અને બે રિક્ષાને અડફેટે લીધી

સુરતમાં હિટ એન્ડ રન, બીએમડબલ્યુ કારે બાઇક અને બે રિક્ષાને અડફેટે લીધી
પ્રતિકાત્મક તસવીર

સુરતના સૌથી પોશ ગણાતા અને ડુમસથી સુરત આવવાના રોડ પર ટ્રાફીક નહીં હોવાને કારણે અહીંયા ગાડીઓ બેફામ ગતિએ દોડતી હોય છે

  • Share this:
સુરત : સુરતના મગદલ્લા બંદરથી મેઈન રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની છે. ડુમસથી એક બીએમડબલ્યુ કાર બેફામ ગતિએ આવી રહી હતી. ગાડીના ડ્રાઇવરે ગાડી પરનું નિયત્રંણ ગુમાવી દેતા ત્યાંથી પસાર થતા એક બાઇક અને બે રિક્ષાને ટક્કર મારી હતી. બાઈક ચાલકને ગંભીર ઇજા પહોંચી છે. ગાડીનો ડ્રાઇવર ફરાર છે.

સુરતના સૌથી પોશ ગણાતા અને ડુમસથી સુરત આવવાના રોડ પર ટ્રાફીક નહીં હોવાને કારણે અહીંયા ગાડીઓ બેફામ ગતિએ દોડતી હોય છે. મગદલ્લા બંદરથી મેઈન રોડ પર એક બાઈક અને બે રીક્ષા પસાર થઇ રહી હતી તે સમયે બેફામ ગતિએ આવતી બીએમડબલ્યુ કારે અકસ્માત સર્જ્યો હતો. ડુમસ તરફથી આવી રહેલી બીએમડબલ્યુ કાર નં. જીજે-5 આરએલ-8453 ના ચાલકે મોટર સાઇકલ અડફેટ લીધી હતી અને ત્યાર બાદ બે ઓટો રિક્ષા નં. જીજે-5 બીયુ-4697 અને જીજે-5 એવી-4167ને પણ અડફેટમાં લેતા ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં મોટર સાઇકલ સવાર સાળા-બનેવી પૈકી પ્રેમ બહાદુર થાપા અને પદમ થાપાને ગંભીર ઇજા થઇ હતી. જે પૈકી પ્રેમ થાપા હાલ ગંભીર હાલતમાં નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.આ પણ વાંચો - વાપી : ભૂમિહાર ગેંગનો સાગરિત ઝડપાયો, આવી રીતે ચાલાકીથી કરતા ચોરી

ગાડીએ અકસ્માત કરેલ બે રિક્ષાને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. રિક્ષા સવાર બંને ડ્રાઇવરનો ચમત્કારી બચાવ થયો હતો. સ્થાનિક લોકો બનાવ સ્થળે પહોંચી ગયા હતા અને ઘટનાની જાણકારી પોલીસને આપતા ગાડી ચાલાક વિરુદ્ધ ગુનો નોંધી તેના વિરુદ્ધ ડુમસ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Ashish Goyal
First published:November 04, 2020, 20:38 pm

ટૉપ ન્યૂઝ