MLA ગુસ્સે! 'સરકાર મંજૂરી આપે તો, આત્મઘાતી બનવાની પણ મારી તૈયારી'

News18 Gujarati
Updated: March 2, 2019, 6:23 PM IST
MLA ગુસ્સે! 'સરકાર મંજૂરી આપે તો, આત્મઘાતી બનવાની પણ મારી તૈયારી'
મધુ શ્રીવાસ્તવે મતદારોને આપેલી ધમકી મામલે તપાસના આદેશ

રોજે રોજ જવાનો શહીદ થાય છે, તેને લઈ ઉકળી ઉઠેલા આ દબંગ ધારાસભ્યએ પાકિસ્તાન અને આતંકવાદ વિરુદ્ધ આરપારની લડાઈ લડવાની વાત છંછેડી

  • Share this:
રાજ્ય સહિત દેશભરમાં 40 જવાનોની શહાદત બાદ ગુસ્સો જોવા મળ્યો. લોકોએ પાકિસ્તાનનો ઝંડો સળગાવી, તો કેટલાક લોકોએ મીણબત્તી-બાઈક રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું. આ બાજુ કેટલાએ લોકો શહિદ જવાનોના પરિવારને મદદ કરવા પણ આગળ આવ્યા. આ બધા વચ્ચે વડોદરા જીલ્લાના ભાજપના નેતા અને વાઘોડિયાના દબંગ ધારાસભ્યએ પણ આતંકવાદ વિરુદ્ધ વાતો કરતા પોતાનો પિત્તો ગુમાવ્યો.

ભાજપના વાઘોડીયાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આતંકવાદ સામે નિવેદન આપ્યું છે કે, જો સરકાર મંજૂરી આપે તો આત્મઘાતી બનવાની પણ તેમની તૈયારી છે. દેશ માટે પ્રાણોની આહુતિ આપી આતંકવાદીઓનો ખાત્મો કરવા તૈયાર હોવાનું મધુ શ્રીવાસ્તવે જણાવ્યું.

કહેવાય છે કે મધુ શ્રીવાસ્તવના પિતા નિવૃત ફોજી છે અને તેમના નકશેકદમ પર ચાલીને માધુભાઈએ પાકિસ્તાન સામે સુસાઇડ બોમ્બર બનવાની વાત કહી છે.

આતંકવાદી હુમલાથી જે રીતે રોજે રોજ જવાનો શહીદ થાય છે, તેને લઈ ઉકળી ઉઠેલા આ દબંગ ધારાસભ્યએ પાકિસ્તાન અને આતંકવાદ વિરુદ્ધ આરપારની લડાઈ લડવાની વાત છંછેડી છે, તેમણે કહ્યું કે, આતંકવાદ વિરુદ્ધ આરપારની લડાઈ માટે હું અને મારા કાર્યકરો હંમેશા તૈયાર છીએ, બસ માત્ર કેન્દ્ર સરકાર આદેશ આપે તેની જ રાહ જોઈ રહ્યા છીએ.

તમને એ પણ જણાવી દઈએ કે, વાઘોડિયાના વર્તમાન બીજેપી ધારાસભ્ય કોઈને કોઈ વાતને લઈને ચર્ચામાં રહેતા હોય છે. મોદીના લોકસભા મતક્ષેત્ર વડોદરામાંથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરીને હવે તેઓ ફરી ચર્ચામાં આવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે જો તેમને વડોદરા લોકસભા ક્ષેત્રમાંથી ટિકિટ મળશે તો તેઓ ત્રણથી ચાર લાખની લીડ સાથે જીત મેળવશે. સાથે જ તેમણે એવું પણ કહ્યું હતું કે જો આ બેઠક પરથી મોદી ચૂંટણી લડશે તો તેઓ ટિકિટની માંગણી નહીં કરે.

વાઘોડિયાના વર્તમાન ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, "હું છ-છ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યો છું. એટલું જ નહીં 12 વર્ષ સુધી કોર્પોરેટર રહ્યો છું. મેં વડોદરા શહેર અને જિલ્લાના લોકોના નિસ્વાર્થ ભાવે કામો કર્યા છે. આથી મેં હવે દેશની સેવા કરવાના ઉદેશ્ય સાથે ટિકિટ માંગવાનો નિર્ણય કર્યો છે. મેં પાર્ટીની કાર્યપદ્ધતિ પ્રમાણે નીચેથી મારી વાત મૂકી છે. મને ટિકિટ મળશે તો હું મોટી લીડથી ચૂંટણી જીતીશ."
First published: March 2, 2019
વધુ વાંચો
अगली ख़बर