ભરત પટેલ, વાપી, વલસાડઃ દેશ અને રાજ્યમાં હાલ ચૂંટણીની જ વાતો ચાલી રહી છે, તારીખો જાહેર થઇ ગઇ છે, થોડીવારમાં ઉમેદવારોની પણ જાહેરાત થઇ જશે. પરંતુ નેતાઓ અને મંત્રીકક્ષાના નેતાઓએ બફાટ પણ શરૂ કરી દીધો છે. આવું કર્યું છે વન અને આદિજાતિ પ્રધાન રમણ પાટકરે.
ઉમરગામમાં આદિવાસી વિજય વિશ્વાસુ સંમેલનમાં વન અને આદિજાતિ પ્રધાન રમણ પાટકરે એક એવું નિવેદન કરી દીધું કે બધા આશ્ચર્યચકિત થઇ ગયા હતા. પાટકર ફોર્મમાં આવી ગયા અને કહી દીધું કે પાર્ટી વિરોધી કામ કરશો તો બચી નહીં શકો, કારણ કે પાર્ટીએ ગામે ગામ IBના માણસો ગોઠવી દીધા છે. જેઓ તમારા પર નર રાખશે. અને મુખ મે રામ અને બગલ મે છૂરી જેવું ન થાય તે માટે પાર્ટીએ 70 માણસો ગોઠવેલા છે, જે કાર્યકર્તાથી લઇ ધારાસભ્યો અને મંત્રીઓ પર નજર રાખી રહ્યાં છે.
જો કે મંત્રીએ એકવખત તો જોશમાં ને જોશમાં નિવેદન તો આપી દીધું પરંતુ પાછળથી વિવાદ થતા ખુલાસો પણ કર્યો, વિવાદિત નિવેદન બાદ રમણ પાટકરે કહ્યું કે મારો કહેવાનો મતલબ એ નહતો, IBનો મતલ સેન્ટ્રલ આઇબી નહીં પરંતુ પાર્ટીની આંતરિક આઇબી છે. આમ નિવેદન આપ્યા બાદ લુલો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ દેશમાં ઇલેક્શનની મોસમ પૂર બહારમાં છે, નેતાઓની આવી વાતો આવશે એ ભારતમાં કોઇ નવી વાત નથી. આ તો હજી શરૂઆત છે.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર