Home /News /gujarat /

વલસાડ પાલિકામા શાસક BJPના સભ્યએ જ માથે બત્તી બાંધી લાઇટની સમસ્યાનો વિરોધ કર્યો

વલસાડ પાલિકામા શાસક BJPના સભ્યએ જ માથે બત્તી બાંધી લાઇટની સમસ્યાનો વિરોધ કર્યો

પ્રવિણ કચ્છીએ અગાઉ પાણી સમસ્યા મુદ્દે પાલિકાના પગથિયે પૂજા કરી હતી.

સાશક ભાજપના સભ્ય વીણ કચ્છી માથે લાઈટ બાંધી પાલિકા ની સામાન્ય સભા માં આવતા ભાજપ નાજ શાસકો ક્ષોભજનક સ્થિતિમાં મૂકાયાં

  ભરતસિંહ વાઢેર, વલસાડ : વલસાડ નગરપાલિકામાં શાસક પક્ષ ભાજપના સભ્ય પ્રવીણ કચ્છી ફરી એક વખત અનોખી રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. આજે વલસાડ નગરપાલિકાની સામાન્ય સભા હતી ત્યારે નગરપાલિકામાં શાસક પક્ષ ભાજપના સભ્ય પ્રવીણ કચ્છી આજે પણ વલસાડ નગરપાલિકા વિસ્તારના લાઈટની સમસ્યાનો અનોખો વિરોધ કરવા માથા ઉપર લાઈટ બાંધીને આવ્યા હતા.

  મહત્વપૂર્ણ છે કે અગાઉ પણ પ્રવીણ કચ્છી સામાન્ય સભામાં પોતાનો વિરોધ વ્યક્ત કરવા અવનવી તરકીબો અજમાવી ચૂક્યા છે. અગાઉ પણ પાણીની સમસ્યાને લઇને પ્રવીણ કચ્છી વાપી નગરપાલિકા ના પગથિયા પર પૂજા કરવા બેસી ગયા હતા, ત્યારે આજે સામાન્ય સભામાં શાસક પક્ષ ભાજપના જ સભ્ય શહેરમાં સ્ટ્રીટ લાઈટ ની સમસ્યા નો વિરોધ કરવા માટે લાઈટ બાંધીને આવતા ભાજપ ના પાલિકા શાસકો શોભ જનક સ્થિતિમાં મુકાયા હતા.

  આ પણ વાંચો :  ડાંગમાં ભારે વરસાદથી નદીઓમાં પૂર, 17 કોઝવે પર પાણી ફરી વળ્યાં

  શાસક ભાજપના જ કાઉન્સિલર પ્રવીણ કચ્છીએ સદનમાં પોતાના વિસ્તારની લાઇટની સમસ્યા મુદ્દે હોબાળો મચાવ્યો હતો. જોકે, આ પ્રકારનો વિરોધ ખૂબ ઓછો જોવા મળતો હોય છે, ત્યારે પ્રવીણ કચ્છીએ લાઇટ પહેરી અનોખો વિરોધ કરતા ભાજપના સભ્યો પણ શરમજનક સ્થિતીમાં મૂકાઈ ગયા હતા.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Light valsad, Protest, ભાજપ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन