બારડોલી: ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવાની જીત

News18 Gujarati
Updated: May 23, 2019, 1:56 PM IST
બારડોલી: ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવાની જીત
બારડોલીમાં ભાજપની જીત

મતદારોએ ભાજપનાં ઉમેદવાર પ્રભુ વસાવા પર હેત વરસાવ્યો

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : બારડોલી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવાને જીત મળી છે. સાથે જ કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીને હારનો સામનો કરવો પડ્યો છે.

વરસોથી કોંગ્રેસનો ગઢ ગણાતી આદિવાસી બેઠક બારડોલી પર મતદારોએ ભાજપનાં ઉમેદવાર પ્રભુ વસાવા પર હેત વરસાવ્યો છે. ભારત દેશની આઝાદી સાથે વર્ષ ૧૯૬૨માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમા સુરત અને તાપી જિલ્લાનાં પૂર્વપટ્ટીનાં આદિવાસી વિસ્તાર ધરાવતી માંડવી લોકસભા બેઠક કે જેને વર્ષ ર૦૦૯માં નવા સીમાંકન બાદ બારડોલી (અ.જ.જા) બેઠક બની હતી. તેના પર સળં ૯ વખત ૧૯૯૮ સુધી કોંગ્રેસ વિજેતા બની હતી.

જ્યારે વર્ષ ૧૯૯૯ અને વર્ષ ર૦૧૪માં ભાજપે વિજય મેળવ્યો હતો. વર્ષ ર૦૦૪ અને ર૦૦૯માં કોંગ્રેસનાં વિજેતા ડો.તુષાર ચૌધરીને મંત્રી મંડળમાં સ્થાન મળ્યું હતું. નવા સીમાંકન બાદ શહેર વિસ્તાર ઉમેરાતા બારડોલી બેઠક ભાજપ માટે સલામત બની ગઈ છે.

એક સમયે ગુજરાત કોંગ્રેસમાં સ્વ.ઝીણાભાઈ દરજીનો અને માજી મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો દબદબો હતો. ૧૯૭૭માં દેશનાં વડા પ્રધાન સ્વ.ઈન્દીરા ગાંધી હારી ગયા હતા પરંતુ સ્વ. છીતુભાઈ ગામીત ૩૯૬૦૩ મતથી વિજેતા બન્યા હતા. ૧૯૭૭થી ૧૯૯૮ સુધી સતત સાત ટર્મ સુધી સ્વ. છીતુ ગામીતે માંડવી બેઠક પરથી કોંગરેસનું પ્રતિધિત્વ કર્યુ હતું.

જાતિગત સમીકરણો ?
આ બેઠક અનુસૂચિત જનજાતિ એટલે તે આદિવાસી માટે અનામત બેઠકે છે. આ બેઠક પર ગામિત (2.25 લાખ મતો), ચૌધરી (2.15 લાખ મતો), વસાવા (2.10 લાખ મતો), હળપતિ (1.75 લાખ મતો), મુસ્લિમો (1.10 લાખ મતો), સૌરાષ્ટ્રવાસીઓ (3.50 લાખ મતો) અને પાટીદારોનાં 75,000 જેટલા મતો છે.હારનો સામનો કરનાર ડો. તુષાર ચૌધરી ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીનાં પુત્ર છે. વર્ષ ર૦૦૯માં લોકસભા બેઠકનું સીમાંકન થતા માંડવી બેઠકને બારડોલી (અ.જ.જા) નામ આપી સુરત શહેર વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વર્ષ ર૦૦૯માં ફરીથી ડો.તુષાર ચૌધરી વિજેતા બની કેન્દ્રીય મંત્રી મંડળમાં સ્થાન મળ્યુ હતું. વર્ષ ર૦૦૪ અને ર૦૦૯માં કોંગ્રેસનાં વિજેતા ડો.તુષાર ચૌધરીને મંત્રી મંડળમાં સ્થાન મળ્યું હતું. ભારતીય જનતા પાર્ટીએ ચાલુ સાંસદ પ્રભુ વસાવાને રિપીટ કર્યા હતા. 2014ની લોકસભા ચૂંટણી પહેલા તેઓ કોંગ્રેસમાંથી ભાજપમા જોડાયા હતા અને સાંસદ તરીકે ચૂંટાયા હતા. નવા સિમાંકન બાદ શહેરી વિસ્તાર ભળતા ભાજપ માટે આ બેઠક સલામત બનતી જોવા મળે છે.
First published: May 23, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading