ભાજપે સેલવાસ નગરપાલિકાને લઈને ઘોષણાપત્ર જાહેર કર્યું

ભાજપે સેલવાસ નગરપાલિકાને લઈને ઘોષણાપત્ર જાહેર કર્યું
ભાજપે સેલવાસ નગરપાલિકાને લઈને ઘોષણાપત્ર જાહેર કર્યું

ભાજપે જાહેર કરેલા ઘોષણાપત્રમાં વાયદાઓ નહીં પરંતુ અગાઉ થયેલા કામોને આધારે ચૂંટણી લડવા માટેનો નિર્ધાર કર્યો છે

 • Share this:
  ભરતસિંહ વાઢેર, સેલવાસ : રાજ્યમાં વિધાનસભાની પેટા ચૂંટણીના પડઘમ શાંત થઇ ગયા છે. જોકે પાડોશી સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં ચૂંટણીને લઈને માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં વિધાનસભા ન હોવાના કારણે જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી સર્વોપરી હોય છે ત્યારે દાદરા નગર હવેલીમાં જિલ્લા પંચાયત અને સેલવાસ નગરપાલિકાની ચૂંટણી આવતી 8 તારીખે યોજાવા જઇ રહી છે.

  દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરે જેડીયુ સાથે ગઠબંધન કરી ભાજપને ટક્કર આપી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા આજે સેલવાસ નગરપાલિકાને લઈને ઘોષણાપત્ર જાહેર કરવામાં આવ્યું હતું. ભાજપે જાહેર કરેલા ઘોષણાપત્રમાં વાયદાઓ નહીં પરંતુ અગાઉ થયેલા કામોને આધારે ચૂંટણી લડવા માટેનો નિર્ધાર કર્યો છે. 75% કામો થઈ ગયા છે અને બાકીના 25% કામો પણ ટૂંક સમયમાં થશે તે મામલે ભાજપ ચોક્કસ ચૂંટણી જીતશે તેઓ આશાવાદ વ્યક્ત કર્યો છે. તાજેતરમાં જ ભાજપ શાસિત સેલવાસ નગરપાલિકા દ્વારા કરવેરાઓમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે.  આ પણ વાંચો - અમદાવાદ : જર્જરિત સ્કૂલને રિપેરીંગના નામે બંધ કરવાનો કારસો? સ્કૂલબોર્ડના સભ્યનો ગંભીર આરોપ

  સેલવાસની સામાન્ય જનતાની કમર ભાંગી જાય કેટલા કરવેરા વધારો કરાતા લોકોમાં એક નારાજગી પણ જોવા મળી રહી છે. વિરોધ પક્ષ પણ આ મુદ્દાને ઉછાળી રહ્યા છે. આ મેનિફેસ્ટોમાં આગામી સમયમાં આ કરવેરો ઘટાડવાની પણ જાહેરાત કરવામાં આવી છે. હવે રહી રહીને પણ ભાજપને પોતાની ભૂલ સમજાતા આગામી સમયમાં સેલવાસ નગરમાં પાલિકા દ્વારા વધારવામાં આવેલા ટેક્સને પ્રથમ જ બેઠકમાં ઓછા કરવાની જાહેરાત કરવામાં આવી છે.
  Published by:Ashish Goyal
  First published:November 02, 2020, 23:24 pm

  टॉप स्टोरीज