Home /News /gujarat /Surat Diamond industry : યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ તેમજ રફના ભાવ મોંઘા થતા ડાયમંડ ઉદ્યોગ પર મોટી અસર

Surat Diamond industry : યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ તેમજ રફના ભાવ મોંઘા થતા ડાયમંડ ઉદ્યોગ પર મોટી અસર

પ્રતિબંધમાં આવેલી અલરોસા કંપની વિશ્વમાં 30 ટકા જેટલા જથ્થામાં કાચા હીરાનો સપ્લાય કરે છે, તેના સૌથી મોટા ગ્રાહકોમાં સુરત, મુંબઇના હીરા ઉદ્યોગપતિઓ પણ આવે છે (પ્રતિકાત્મક તસવીર)

Russia Ukraine war - હીરા ઉદ્યોગે હાલમાં પેમેન્ટ ક્રાઇસીસનો પણ સામનો કરવો પડી રહ્યો છે, આવી ને આવી સ્થિતિ થશે તો આગામી દિવસો નાના કારખાના બંધ કરવાની નોબત પડશે

સુરત : યુક્રેન પર રશિયાએ કરેલા હુમલા (Russia Ukraine war)બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે હીરા ઉદ્યોગમાં (Diamond industry)કાચા હીરાનો સપ્લાય ખોરંભાયો હતો. આ પછી તાજેતરમાં અમેરીકાએ રશિયાની (Russia)ડાયમંડ સપ્લાયર કંપની અલરોસા પર પ્રતિબંધ મૂકી દેતા સુરત, ગુજરાત (Gujarat)સહિત સમગ્ર ભારતના હીરા ઉદ્યોગમાં આગામી દિવસોમાં કાચા હીરાની અછત સર્જાશે. પ્રતિબંધમાં આવેલી અલરોસા કંપની વિશ્વમાં 30 ટકા જેટલા જથ્થામાં કાચા હીરાનો સપ્લાય કરે છે, તેના સૌથી મોટા ગ્રાહકોમાં સુરત, મુંબઇના હીરા ઉદ્યોગપતિઓ પણ આવે છે. હવે મુંબઇ-ગુજરાતના હીરા ઉદ્યોગમાં આગામી દિવસોમાં કાચા હીરાની અછત વર્તાશે. હીરા ઉદ્યોગે હાલમાં પેમેન્ટ ક્રાઇસીસનો પણ સામનો કરવો પડી રહ્યો છે.

યુક્રેન પર રશિયાએ કરેલા હુમલા બાદ વિશ્વની મોટા ભાગની કંપનીઓએ રશિયાની કંપનીના બેંકિંગ વ્યવહારો સ્થગિત કરી દીધા છે. ભારતના હીરા ઉદ્યોગપતિઓ દુબઇ, બેલ્જિયમ તેમજ ભારતની જ કેટલીક પ્રાઇવેટ સેક્ટર બેંક થકી પેમેન્ટ કરીને કાચા હીરાનો સપ્લાય મેળવી શક્તા હતા. પરંતુ કેટલાક દિવસોથી દુબઇ, બેલ્જિયમ અને ભારતની બેંકોમાંથી થતાં પેમેન્ટ પણ બંધ થયા હોય હીરા ઉદ્યોગપતિઓ મોટી મુશ્કેલીમાં મૂકાયા છે. આવી ને આવી સ્થિતિ થશે તો આગામી દિવસો નાના કારખાના બંધ કરવાની નોબત પડશે.

આ પણ વાંચો - શ્રીલંકામાં આર્થિક કટોકટીની સુરતના કાપડ બજારને અસર, વેપારીઓના અંદાજે 50 કરોડથી વધુ ફસાયા

હીરાના વેપારી પરેશ ભાઈ સેજલિયાના કહેવા પ્રમાણે હાલમાં છેલ્લા 20 દિવસથી સુરતના હીરા બજારમાં લે વેચ પર બ્રેક લાગી ગઈ છે. હાલ પણ સ્થિતિ અતિ ખરાબ છે ત્યારે આવુંને આવું થશે તો આગામી દિવસોમાં નાના પાયાના કારખાના પણ બંધ કરવાની નોબત પડશે. તેમણે વધુમાં જણાવ્યું કે રફ હીરા મોંઘા હોવાને પગલે પોલીસડ ડાયમંડના ભાવમાં 30 ટકા માઇનાન્સ જોવા મળી રહ્યો છે. જેને પગલે કારીગરોને પગાર આપવામાં પણ મુશ્કેલી થઇ રહી છે.
" isDesktop="true" id="1198363" >

15 લાખથી વધુ લોકોને સીધી અથવા આડકતરી રીતે અસરજેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડીયાએ જણાવ્યું કે સુરત, સૌરાષ્ટ્રમાં વિકસેલા હીરા ઉદ્યોગમાં આવી પડેલી આ વિકટ પરિસ્થિતિને કારણે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા 15 લાખથી વધુ લોકોને સીધી અથવા આડકતરી રીતે અસર પહોંચે તેમ છે. આ પરિસ્થિતિ લાંબું ચાલશે તો ગુજરાતના અર્થતંત્રને પણ વિપરીત અસર થશે. આગામી ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ આવી રહી છે. ગુજરાત સરકારને અપીલ કરી છે કે સરકારે દરમિયાનગીરી કરીને હીરા ઉદ્યોગને ક્રાઇસીસમાંથી ઉગારવા માટે તાકીદના પગલાં ભરવા જોઇએ.
Published by:Ashish Goyal
First published:

Tags: Diamond industry, Russia ukraine war, Surat Diamond industry, સુરત

विज्ञापन
विज्ञापन