27મી જાન્યુઆરીએ NCP તરફથી મોટા સમાચાર મળશે : શંકરસિંહ વાઘેલા

શંકરસિંહ વાઘેલા, શરદ પવાર (ફાઇલ તસવીર)

ર્વ મુખ્યમંત્રી તેમજ કોંગ્રેસના પૂર્વ નેતા શંકરસિંહ વાઘેલા શુક્રવારે વાપી શહેરની ટૂંકી મુલાકાતે આવ્યા હતા.

 • Share this:
  ભરતસિંહ વાઢેર, વાપી : એનસીપી(નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી) તરફથી 27મી જાન્યુઆરીને મોટા સમાચાર આવશે એવું કહીને શંકરસિંહે સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે તેઓ આગામી દિવસોમાં એનસીપી સાથે જોડાઈ રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી તેમજ કોંગ્રેસના પૂર્વ નેતા શંકરસિંહ વાઘેલા શુક્રવારે વાપી શહેરની ટૂંકી મુલાકાતે આવ્યા હતા. મુલાકાત દરમિયાન તેમણે મીડિયા સાથે વાતચીત દરમિયાન આવું નિવેદન કર્યું હતું.

  શંકરસિંહ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, "એનસીપીના સુપ્રીમો શરદ પવાર સાથે મારે વાત થઈ છે. 27મી જાન્યુઆરીએ એનસીપી તરફથી મોટા સમાચાર મળશે." શંકરસિંહના નિવેદન પરથી કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે 27મીએ એનપીસી શંકરસિંહ તેમની પાર્ટીમાં જોડાઈ રહ્યા હોવાની જાહેરાત કરી શકે છે.

  આ પણ વાંચો : છેલ્લા 20 વર્ષથી પ્રજાની વેદના સરકાર સાંભળતી નથીઃ શંકરસિંહ વાઘેલા

  જયંતિ ભાનુશાળી હત્યા મામલે આપ્યું નિવેદન

  આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહે ભાજપના કચ્છના દિગ્ગજ નેતા જયંતિ ભાનુશાળીની હત્યા મામલે પણ નિવેદન આપ્યું હતું. વાઘેલાએ જણાવ્યુ કે, "ભારતીય જનતા પાર્ટી કાવતરાખોર પાર્ટી છે. ગુનાહિત માનસિકતા ધરાવતા લોકોની પાર્ટીમાં ભરતી કરી હોવાનું આ પરીણામ છે. સત્તાની લાલસા કે પછી સીડી પ્રકરણ જયંતિ ભાનુશાળીની હત્યા પાછળનું કારણ હોઈ શકે છે."

  આ પ્રસંગે વાઘેલાએ મહાગઠબંધન અંગે જણાવ્યું હતું કે, ચૂંટણી પહેલા મહાગઠબંધનની કોઈ શક્યતા નથી. ચૂંટણી પછી મહાગઠબંધન થઈ શકે છે.
  Published by:Vinod Zankhaliya
  First published: