Home /News /gujarat /

ગુજરાતના કલેક્ટરની Success Story: દસમા ધોરણમાં પાસિંગ માર્ક્સ, શિક્ષક તરીકે નોકરી અને પછી IAS અધિકારી

ગુજરાતના કલેક્ટરની Success Story: દસમા ધોરણમાં પાસિંગ માર્ક્સ, શિક્ષક તરીકે નોકરી અને પછી IAS અધિકારી

તુષાર સુમેરા

Gujarat Viral Story: ભરૂચના કલેક્ટર તુષાર સુમેરાની દસમાની માર્કશીટ શેર કરતાં લખ્યુ છે કે, તેમણે દસમા ધોરણમાં 100માંથી અંગ્રેજીમાં 35, ગણિતમાં 36 અને વિજ્ઞાનમાં 38 માર્ક્સ આવ્યા હતા. જે બાદ ના માત્ર સમગ્ર ગામમાં પરંતુ તે સ્કુલમાં એ કહેવામાં આવ્યુ કે આ કાંઈ કરી શકશે નહીં.

વધુ જુઓ ...
  ગાંધીનગર : કોઈપણ પરીક્ષામાં નબળું પરિણામ કારકિર્દીના તમામ દરવાજા બંધ કરી દેતું નથી. તેનું જીવંત ઉદાહરણ ભરૂચ જિલ્લાના કલેક્ટર તુષાર સુમેરા (Bharuch Collector Tushar Sumera) છે. તેમને દસમામાં માત્ર પાસિંગ માર્કસ મળ્યા હતા, પરંતુ તેમની મહેનત અને લગનથી તે કલેક્ટર બનવામાં સફળ રહ્યો. IAS અવનીશ શરણે તેમની આ પ્રેરણાદાયી સ્ટોરી (Inspirational Story) શેર કરી છે. હાલ સોશિયલ મીડિયામાં (mark sheet viral in Social media) કલેક્ટર તુષાર સુમેરાની તસવીર સાથે દસમા ધોરણની માર્કશીટ ઘણી જ વાયરલ થઇ રહી છે.

  ટ્વિટ વાયરલ થઇ રહી છે

  ઈન્ટરનેટ પર IAS અધિકારીની ટ્વીટ અત્યારે ખૂબ ચર્ચાઈ રહી છે. IAS અધિકારી અવનીશ શરણે પોતાની ટ્વીટમાં ભરૂચના કલેક્ટર તુષાર સુમેરાની દસમાની માર્કશીટ શેર કરતાં લખ્યુ છે કે, તેમણે દસમા ધોરણમાં માત્ર પાસિંગ માર્ક્સ આવ્યા હતા. તેમને 100માંથી અંગ્રેજીમાં 35, ગણિતમાં 36 અને વિજ્ઞાનમાં 38 માર્ક્સ આવ્યા હતા. જે બાદ ના માત્ર સમગ્ર ગામમાં પરંતુ તે સ્કુલમાં એ કહેવામાં આવ્યુ કે આ કંઈ કરી શકશે નહીં.

  પીએમ મોદી પણ કરી રહ્યા છે વખાણ

  આઈએએસ અધિકારી અવનીશ શરણની આ ટ્વીટનું ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાએ જવાબ આપતા રી-ટ્વીટ કરી લખ્યુ કે, ધન્યવાદ સર. ઉલ્લેખનીય છે કે, ભરૂચમાં ઉત્કર્ષ પહલ અભિયાન હેઠળ કરવામાં આવેલા આ કલેક્ટરના કામોની વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વખાણ કરી ચૂક્યા છે.

  તુષાર સુમેરા


  આઈએએસ અવનીશ શરણના આ ટ્વીટ પર હજારો યુઝર્સે રિએક્ટ કર્યુ છે. 17.5 હજાર કરતા વધારે લોકોએ આ પોસ્ટને લાઈક કરી છે, જ્યારે 3100થી વધારે લોકો આ પોસ્ટને રી-ટ્વીટ કરી ચૂક્યા છે. એક યુઝરે કહ્યુ કે, ડિગ્રી નહીં, ટેલેન્ટ મહત્વનુ છે. અન્ય એક યુઝરે લખ્યુ કે, આવડત માર્ક, ગ્રેડ કે પછી રેન્ક નક્કી કરતા નથી. એક અન્ય શખ્સે લખ્યુ, અથાગ મહેનતથી તમે કાંઇપણ કરી શકો છો.  કલેક્ટર પહેલા હતા શિક્ષક

  જ્યારે તુષાર સુમેરા આઇએએસ અધિકારી બન્યા તે સમયે તેમણે સ્થાનિક મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતુ કે, 'હું એક સમયે બીએડ કર્યા પછી ટીચર તરીકે નોકરી કરતો હતો પરંતુ મને લાગતું કે, ટીચર માત્ર એક ગામમાં એક-બે પેઢીને સુધારી શકે, પણ સમગ્ર સમાજનું ભલું કરવા માટે કંઈક વિશેષ કરવું જરરી છે. તેથી જ મેં વહીવટી પરીક્ષા માટે તૈયારી કરવાનું નક્કી કર્યું. 2007માં મારું સ્પીપામાં સિકેલ્શન થતા મેં તૈયારીઓ શરૂ કરી અને સમાજશાસ્ત્ર અને ગુજરાતી સાહિત્યમાં અંગ્રેજી મિડિયમમાં પરીક્ષાઓ આપી, પાંચ ટ્રાયલ પછી મને સફળતા મળી છે મારા માટે સૌભાગ્યની વાત છે.'  ફોટોગ્રાફીનો છે શોખ

  નોંધનીય છે કે, તુષાર સુમેરાએ સુરેન્દ્રનગરની એમ.પી. શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ કરી છે. રાજકોટમાં એમએનો અભ્યાસ કરી જૂનાગઢની કોલેજમાંથી બીએડ પૂરું કરીને ટિચરમાંથી આઈએએસ ઓફિસર બન્યા છે. વર્ષ 2012માં યુપીએસસી (UPSC) પરીક્ષા પાસ કરી તેઓ આઈએએસ અધિકારી બન્યા હતા. તેમના પિતાજી દલપતભાઈ સુમેરા ગુજરાત જમીન વિકાસ નિગમ અને માતા વઢવાણમાં પ્રાઇમરી ટીચર હતા.

  તુષાર સુમેરા ફોટોગ્રાફી અને સાહિત્ય વાંચનના શોખીન છે. તુષાર ડી સુમેરા હાલમાં ભરુચ જિલ્લાના કલેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. આજે તેઓ કરોડો વિદ્યાર્થીઓ માટે પ્રેરણા બની ગયા છે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Inspirational, Success story, ગાંધીનગર, ગુજરાત

  આગામી સમાચાર