Home /News /gujarat /ભરૂચ પેટાચૂંટણી: કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડીને AIMIMના ઉમેદવારનો વિજય

ભરૂચ પેટાચૂંટણી: કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડીને AIMIMના ઉમેદવારનો વિજય

  ભરૂચ: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની (Gujarat Mahanagrpalika Election result) સાથે કેટલીક નગરપાલિકાઓની પેટાચૂંટણીની (Nagarpalika by Election) મતગણતરી પણ આજે યોજાઈ હતી. જેમાં ભરૂચના વોર્ડ નં.10માં પણ ચૂંટણી યોજાઈ હતી. ભરૂચ વોર્ડ નંબર 10માં AIMIM પાર્ટીના ઉમેદવાર સાદેકાબીબી શેખનો (AIMIM SadikaBibi Shaikh) 2809 મત સાથે તેમનો વિજય થયો છે.

  કોંગ્રેસના ગઢમમાં ગાબડું પાડ્યુ

  ભરૂચના વોર્ડ નં.10 માટેની પેટાચૂંટણીમાં 5731 મત માન્ય રાખવામાં આવ્યા હતા. જેમાંથી 2809 મત સાદેકાબીબી શેખના ફાળે આવ્યા છે. જ્યારે બીજા ક્રમે ભાજપનાં ફાતમા પટેલ હતાં તેમને 1400 મત મળ્યા હતા.ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં ઉમેદવારને 1303 મત મળ્યા હતા અને આમ આદમી પાર્ટીનાં ઉમેદવારને 180 મત મળ્યા છે. નોંધનીય છે કે, એઆઈએમઆઈએમએ કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડ્યુ છે.  ભાજપનો ભવ્ય વિજય

  નોંધનીય છે કે, ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પટેલ-પાટીલ માટે એક ટેસ્ટ સમાન માનવામાં આવતી હતી. જેમાં ભાજપનો જોરદાર વિજય મેળવ્યો છે. આ ચૂંટણીનાં પરિણામ ભાજપની આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે.
  " isDesktop="true" id="1139279" >

  3 ઓક્ટોબરના રોજ 56 ટકા મતદાન થયું હતું. આજે સવારે 9 વાગ્યાથી પાંચ કેન્દ્ર પર મતગણતરી શરૂ કરવામાં આવી હતી.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: AIMIM, Bharuch, By elections, Gujarat Politics, ગુજરાત

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन