Home /News /gujarat /

ભરૂચમાં ધર્માતરણના નેટવર્કનો પર્દાફાશ: 100થી વધુ લોકોનું ધર્માંતરણ કરવાના આરોપમાં 9 લોકો પર FIR

ભરૂચમાં ધર્માતરણના નેટવર્કનો પર્દાફાશ: 100થી વધુ લોકોનું ધર્માંતરણ કરવાના આરોપમાં 9 લોકો પર FIR

પ્રતીકાત્મક તસવીર- shutterstock

Bharuch news: આ અંગેની ફરિયાદની તપાસ એસસીએસટી સેલના ડીવાયએસપીને સોંપાઇ છે.

  આમોદ: ભરૂચ જિલ્લાના (Bharuch) આમોદ તાલુકાના કાંકરિયા ગામના 37 આદિવાસી પરિવારોના 100થી વધુ લોકોને લાલચ આપી ઈસ્લામ (converting to Islam) ધર્મ અંગીકાર કરાવવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. વિદેશથી આવતા ફંડનો ઉપયોગ કરી ગરીબ હિન્દુઓને (Hindu) લાલચ આપી ઈસ્લામ ધર્મમાં સમાવવાનું વ્યવસ્થિત નેટવર્ક ચાલતુ હોવાની આશંકાના આધારે લંડનમાં રહેતા એક શખ્સ સહિત 9 લોકો સામે આમોદ પોલીસે (Amod Police FIR against 9) ગુનો દાખલ કર્યો છે.

  37 પરિવારને અપાઇ વિવિધ લાલચ

  પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામના વસાવા હિન્દુ સમાજના 37 પરિવારોના 100થી વધુ આદિવાસીઓને પૈસા અને અન્ય પ્રકારની લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવવાની ફરજ પાડવામાં આવી હતી. આ સમગ્ર કેસમાં આરોપીઓએ આ આદિવાસીઓની નબળી આર્થિક સ્થિતિ અને આદિવાસી સમાજના સભ્યોની નિરક્ષરતાનો લાભ ઉઠાવીને તેમને ઇસ્લામિક ધર્મ અપનાવવાની લાલચ આપી હતી.

  લંડનના હાજી ધર્માંતરણ માટે વિદેશી ભંડોળ એકત્ર કરતા

  પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ લંડનમાં રહેતા વ્યક્તિ સિવાય તમામ 9 આરોપીઓ સ્થાનિક રહેવાસી છે. હાલમાં લંડનમાં રહેતા આરોપી ફેફડાવાલા જેણે આવા સંવેદનશીલ લોકોના ધર્માંતરણ માટે વિદેશી ભંડોળ એકત્ર કર્યું હતું. ભરૂચ પોલીસે જણાવ્યું છે કે, વિદેશમાંથી મળેલા ભંડોળનો ઉપયોગ મુસ્લિમ કટ્ટરપંથીઓ દ્વારા લાંબા સમયથી ગેરકાયદેસર ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ માટે કરવામાં આવે છે. આ સમગ્ર પ્રકરણમાં મૂળ નબીપુરનાં અને હાલ લંડન રહેતા ફેફડાવાલા હાજી અબ્દુલની સંડોવણી સામે આવી છે. અગાઉ ઉત્તરપ્રદેશ તેમજ વડોદરામાં આવા જ પ્રકારના ગુનામાં તેની સંડોવણી બહાર આવી છે.

  આ પ્રવૃતિ અંગે કાંકરિયા ગામના જાગૃત નાગરિકે પોલીસ સ્ટેશનમાં આવી ફરિયાદ આપી હતી. જે બાદ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થયો હતો. તેમણે જણાવ્યું હતું કે, ધર્મ પરિવર્તન કરાવવા માટે સરકારના નિયમો જોતા તેનુ પાલન થયું ન હોવાથી હિન્દુ લોકોને મુસ્લિમ બનાવનાર તેમજ સહાય કરતા ઈસમો વિરૂધ્ધ આમોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ શરૂ કરાઈ છે.  આરોપીના નામ

  શબ્બીરભાઇ બેકરીવાલા (રહે.આમોદ)
  સમજભાઇ બેકરીવાલા (રહે.આમોદ)
  અબ્દુલ અઝીઝ પટેલ (રહે. કાંકરીયા)
  યુસુફ જીવણ પટેલ (રહે. કાંકરીયા)
  ઐયુબ બરકત પટેલ (રહે.કાંકરીયા)
  ઇબ્રાહીમ પુના પટેલ (રહે.કાંકરીયા)
  ફેફડાવાલા હાજી અબ્દ્દુલ્લા (રહે. હાલ લંડન)
  હશન ટીસલી (રહે.આછોદ)
  ઇસ્માઇલ આછોદવાલા ઉર્ફે ડેલાવાલા (મૌલવી) (રહે.આછોદ)

  આ પણ વાંચો - Video: દીવમાં પેરાસેલિંગકરતા પેરાશૂટનું દોરડું તૂટયું, દંપતી 50 ફૂટથી વધુની ઊંચાઇએથી દરિયામાં પડ્યુ

  ધર્માતરણ બાદ મળતી હતી ધમકીઓ

  આ અંગેની ફરિયાદની તપાસ એસસીએસટી સેલના ડીવાયએસપીને સોંપાઇ છે. કાંકરિયા ગામના પ્રવીણ વસંત વસાવા તથા તેની સાથેના અન્ય લોકોને હિન્દુ ધર્મ નહીં પાળવા ધમકી અપાતી હતી તેવો ઉલ્લેખ ફરિયાદમાં કરાયો છે. આ ઉપરાંત ધર્મપરિવર્તનની ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. તેમજ કેટલાક લોકોએ જણાવ્યું હતું કે, અમારી ઓળખાણ કાશ્મીરથી પાકિસ્તાન સુધી છે તેવી ધમકી પણ મળી હતી.

  આ પણ વાંચો - ખુલાસો: મોરબીમાં 600 કરોડનું ડ્રગ્સ પાકિસ્તાનથી આવ્યું! આતંકવાદીઓ સાથે જોડાયેલા છે તાર

  લંડનના ફેફડાવાલાને સમન્સ મોકલાયું હતુ

  યુપીના ચર્ચાસ્પદ ધર્માન્તર કેસની તપાસ દરમિયાન બહાર આવેલા હવાલા કાંડમાં યુકેના અબ્દુલ્લા ફેફડાવાલાનું નામ બહાર આવતાં તેને સમન્સ મોકલવામાં આવ્યો હતો. અબ્દુલ્લા ફેફડાવાલા યુકેના મજલિસ-એ-અલફલાહ ટ્રસ્ટના સંચાલક છે. યુપીના ધર્માન્તર કેસમાં ઉમર ગૌતમ અને ફંડિંગ કરનાર વડોદરાના આફમી ટ્રસ્ટના સલાઉદ્દીન સામે વડોદરામાં ગુનો નોંધાતા આફમી ટ્રસ્ટને દુબઇથી 60 કરોડ હવાલા મારફતે તેમજ 19 કરોડ ફોરેન કન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ટ હેઠળ મળ્યા હોવાની વિગતો બહાર આવી હતી. આ પૈકી નબીપુરના વતની અને યુકેમાં મજલિસ-એ-અલફલાહ ટ્રસ્ટ ચલાવતા અબ્દુલ્લા ફેફડાવાલાએ ડોનેશન ઉઘરાવીને મોકલ્યું હોવાની વિગતો પણ સામે આવી હતી. જે બાદ તેમને સમન્સ મોકલાયુ હતુ પરંતુ તે હાજર થયા ન હતા.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Bharuch, ગુજરાત

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन