Home /News /gujarat /મોટી જાહેરાત: ભારત બાયોટેકની Covaxinનું ઉત્પાદન હવે અંકલેશ્વરમાં થશે

મોટી જાહેરાત: ભારત બાયોટેકની Covaxinનું ઉત્પાદન હવે અંકલેશ્વરમાં થશે

પ્રતીકાત્મક તસવીર

અંકલેશ્વર: ગુજરાત (Gujarat) સહિત દેશભરમાં કોરોનાના કહેર (Coronavirus) વચ્ચે ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોવીશીલ્ડ અને ભારત બાયોટેકની (Bharat biotech) કોવેક્સિન (covaxin) હાલમાં લોકોને અપાઈ રહી છે. ત્યારે ગુજરાત માટે એક ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. ભારત બાયોટેકની કોવેક્સિનનું ઉત્પાદન હવે અંકલેશ્વરમાં (Covaxin production facility in Ankleshwar) થશે. આ અંગે આરોગ્યમંત્રી  મનસુખ માંડવિયાએ (Mansukh Mandaviya) ટ્વિટ કરીને જાણકારી આપી છે.

આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને જાણકારી આપી છે કે, ભારત સરકારે ભારત બાયોટેકની રસીના ઉત્પાદનની સુવિધા માટે ગુજરાતનાં અંકલેશ્વરને મંજૂરી આપી દીધી છે. પીએમ મોદીના વિશન #SabkoVaccineMuftVaccine અનુસરતા, વિશ્વની મોટામાં મોટી રસી ડ્રાઇને આને કારણે ગતિ મળશે.

ભારત બાયોટેકે પણ કરી હતી આ અંગેની જાહેરાત

થોડા સમય પહેલા ભારત બાયોટેકના કો-ફાઉન્ડર સુચિત્રા એલ્લાએ ટ્વિટ કરીને માહિતી આપી હતી કે, અંકલેશ્વર સ્થિતિ કંપનીની સબ્સિડરી Chiron behring Vaccinesમાં ઉત્પાદન શરૂ કરશે. નોંધનીય છે કે, હાલમાં હૈદરાબાદ અને બેંગાલુરુમાં મોટાપાયે વેક્સિનનું ઉત્પાદન કરાઈ રહ્યું છે. દેશમાં વેક્સિનની મોટી માંગના કારણે હવે અંકલેશ્વરમાં પણ વેક્સિનનું ઉત્પાદન શરૂ કરાશે. મળતી માહિતી પ્રમાણે, અંકલેશ્વર સ્થિતિ સબ્સિડરી Chiron behring Vaccinesની વાર્ષિક 200 મિલિયન ડોઝ ઉત્પાદનની ક્ષમતા છે. યુનિટ તેના રેબિસની વેક્સિનના ઉત્પાદનને અટકાવી કોરોના વેક્સિનનું ઉત્પાદન શરૂ કરશે.



રસીના ડોઝની સંખ્યા વધી

આરોગ્ય વિભાગ દ્વારા મંગળવારે મળતા આંકડા પ્રમાણે, દેશમાં 28,204 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 373 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,19,98,158 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 51,45,00,268 લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. રવિવારના 24 કલાકમાં 54,91,647 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.



વિશેષમાં, કોવિડ-19 મહામારી સામે લડીને 3 કરોડ 11 લાખ 80 હજાર 968 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. આ આંકડા જોતા લાગી રહ્યું છે કે, લોકો કોરોના સામે સજાગ થઇને રસી લઇ રહ્યા છે.
First published:

Tags: Bharat Biotech, Coronavirus, અંકલેશ્વર, ગુજરાત

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો