ભજીયાવાલાના બે પુત્રની ગાંધીનગર સીબીઆઇ કચેરીમાં પુછપરછ

News18 Gujarati | Pradesh18
Updated: December 26, 2016, 8:00 PM IST
ભજીયાવાલાના બે પુત્રની ગાંધીનગર સીબીઆઇ કચેરીમાં પુછપરછ
ગાંધીનગરઃ સુરતના કિશોર ભજીયાવાલાના બે પુત્ર વિશાલ અને જીગ્નેશની આજે સમગ્ર દિવસ દરમ્યાન ગાંધીનગર સીબીઆઇ કચેરી પર પુછપરછ કરવામાં આવી હતી. સી.બી.આઇ.ના સુત્રોના જણાવ્યા પ્રમાણે કિશોર ભજીયાવાલાના અનેક નાણાકીય વ્યવહારો બંને પુત્રોના નામે પણ કરવામાં આવ્યા છે.

  • Pradesh18
  • Last Updated: December 26, 2016, 8:00 PM IST
  • Share this:

ગાંધીનગરઃ સુરતના કિશોર ભજીયાવાલાના બે પુત્ર વિશાલ અને જીગ્નેશની આજે સમગ્ર દિવસ દરમ્યાન ગાંધીનગર સીબીઆઇ કચેરી પર પુછપરછ કરવામાં આવી હતી. સી.બી.આઇ.ના સુત્રોના જણાવ્યા પ્રમાણે કિશોર ભજીયાવાલાના અનેક  નાણાકીય વ્યવહારો બંને પુત્રોના નામે પણ કરવામાં આવ્યા છે.

જયારે કિશોર ભજીયાવાલાની સંપત્તિમાંથી ધણો બધો હિસ્સો આ બંને પુત્રોના નામે હોવાથી તેઓની પુછપરછ સી.બી.આઇ.માટે ખાસ જરુરી હતી. આજે અંદાજે આઠ કલાકથી વધારે સીબીઆઇએ પુછપરછ કરી હતી.જેમાં ભજીયાવાલાના બંને પુત્રોએ સહયોગ આપ્યો હોવાનું સીબીઆઇના સુત્રો જણાવી રહ્યા છે.આથી જ સીબીઆઇ દ્વારા આજે મોડી સાંજે વિશાલ અને જીગ્નેશ ભજીયાવાલાની પુછપરછ કરીને જવા દેવામાં આવ્યા છે. જો કે બંનેને જરુર પડે પુનઃસીબીઆઇ પુછપરછ માટે બોલાવી શકે છે.

કિશોર ભજીયાવાલા કેસમાં આજે સુરતની પીપલ્સ બેન્કના મેનેજર પકંજ ભટ્ટની પણ સાત કલાકથી વધારે પુછપરછ કરવામાં આવી હતી.જેમાં કિશોર ભજીયાવાલાના અનેક બેન્ક લોકર તેમજ એક કરોડની મળેલી નવી ચલણી નોટ સંદર્ભે સીબીઆઇ દ્વારા પીપલ્સ બેન્કના મેનેજર પર સ્વાલોનો મારો ચલાવ્યો હતો.બેન્કના મેનેજર પકંજ ભટ્ટને પણ પુનઃસીબીઆઇ સામે પુછપરછ માટે હાજર રહેવાની શરતે જવામાં આવ્યા છે.આવતીકાલે કિશોર ભજીયાવાલાને સીબીઆઇમાં હાજર રાખવામાં આવે તેવી સંભાવનાઓ પ્રબળ માનવામાં આવી રહી છે.

First published: December 26, 2016, 8:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading