Home /News /gujarat /

સુરત-મુંબઈ વચ્ચે પેસેન્જર ફેરી સર્વિસ શરૂ કરવા CMની સૈદ્ધાંતિક મંજૂરી

સુરત-મુંબઈ વચ્ચે પેસેન્જર ફેરી સર્વિસ શરૂ કરવા CMની સૈદ્ધાંતિક મંજૂરી

૩૦૦ મુસાફરોની ક્ષમતા સાથે વિદેશી ક્રૂઝ જેવી સુવિધાયુક્ત જહાજ, નવેમ્બર-૨૦૧૯થી સેવાઓ શરૂ થશે.

૩૦૦ મુસાફરોની ક્ષમતા સાથે વિદેશી ક્રૂઝ જેવી સુવિધાયુક્ત જહાજ, નવેમ્બર-૨૦૧૯થી સેવાઓ શરૂ થશે.

    મુખ્યમંત્રી વિજય  રૂપાણીએ હજીરા (સુરત)થી બાન્દ્રા (મુંબઈ) પેસેન્જર ફેરી સર્વિસ શરૂ કરવાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. એસ. એસ. આર. મરીન સર્વિસ પ્રા. લિ. દ્વારા આ ફેરી સર્વિસના પેસેન્જર જહાજમાં ૩૦૦ મુસાફરોની ક્ષમતા સાથે વિદેશી ક્રૂઝ જેવી સુવિધાઓ ઉપલબ્ધ બનશે. આ શિપ જહાજ ૨૦ રૂમની સુવિધા સાથે ફુલ્લી એર કંડિશન્ડ જહાજ હશે.

    ગુજરાત સરકારે આપેલી આ સૈદ્ધાંતિક મંજૂરી અનુસાર આગામી નવેમ્બર ૨૦૧૯થી શરૂ થનારી સેવાના પ્રારંભિક તબક્કે સપ્તાહમાં એકવાર આ ફેરી સર્વિસ કાર્યરત્ રહેશે. પેસેન્જર ટ્રાફિક ધ્યાને રાખીને ભવિષ્યમાં નિયમિતરૂપે પણ આ સેવાઓ શરૂ કરવામાં આવશે.શરૂઆત માં દર ગુરૂવારે સાંજ ૭ કલાકે બાન્દ્રાથી નિકળી શુક્રવારે સવારે ૯ વાગ્યે આ જહાજ હજીરા પહોંચશે. પરત મુસાફરીમાં શુક્રવારે સાંજે ૬ કલાકે હજીરાથી રવાના થઈને શનિવારે સવારે ૮ કલાકે બાન્દ્રા પહોંચશે.

    અહીં ક્લિક કરી વાંચોઃ KBC: સ્પર્ધકે અમિતાભ બચ્ચનની સાથે TikTok વીડિયો બનાવ્યો

    આ સુવિધા શરૂ થતાં વિક એન્ડ રજાઓમાં સુરતવાસીઓને દરિયાઇ માર્ગે મુંબઈ જવાનું એક નવું પ્રવાસન નજરાણું મળશે.અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે રાજ્યમાં હાલ દહેજ-ઘોઘા વચ્ચે ફેરી સર્વિસ કાર્યરત છે તેમાં હવે હજીરા-બાન્દ્રા ફેરી સર્વિસનો ઉમેરો થતાં દરિયાઈ યાતાયાતને વેગ મળશે
    .
    Published by:Sanjay Vaghela
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन