બારડોલી સ્ટેશન વિસ્તારમાં તસ્કરોનો તરખાટ, ચાર દુકાનના તાળાં તૂટ્યાં

News18 Gujarati | Pradesh18
Updated: December 13, 2016, 4:43 PM IST
બારડોલી સ્ટેશન વિસ્તારમાં તસ્કરોનો તરખાટ, ચાર દુકાનના તાળાં તૂટ્યાં
બારડોલી #બારડોલી સ્ટેશન વિસ્તારમાં લબરમુંછીયા યુવાનો દ્વારા ચાર દુકાનોના તાળા તોડી અંદરથી 56 હજારની મત્તાની ચોરી કરી હતી આ સમગ્ર ઘટના સીસીટીવી ફુટેજમાં મળી અવાતાં પોલીસે ગણતરીના કલાકમાં એક સગીર સહીત ત્રણ તસ્કરોને ઝડપી પાડ્યા હતા અને સઘન પૂછપરછ હાથ ધરી હતી.

  • Pradesh18
  • Last Updated: December 13, 2016, 4:43 PM IST
  • Share this:
બારડોલી #બારડોલી સ્ટેશન વિસ્તારમાં લબરમુંછીયા યુવાનો દ્વારા ચાર દુકાનોના તાળા તોડી અંદરથી 56 હજારની મત્તાની ચોરી કરી હતી આ સમગ્ર ઘટના સીસીટીવી ફુટેજમાં મળી અવાતાં પોલીસે ગણતરીના કલાકમાં એક સગીર સહીત ત્રણ તસ્કરોને ઝડપી પાડ્યા હતા અને સઘન પૂછપરછ હાથ ધરી હતી.

બારડોલીના સ્ટેશન વિસ્તારમાં આવેલ બુટ ચપ્પલની ઝેડઆઈ ફૂટવેર નામની દુકાનમાં ગત રાત્રીએ તસ્કરોએ શટરનું તાળું તોડી ગલ્લામાં મુકેલ રોકડા 56 હજારની ચોરી થઈ હતી. તસ્કરોએ બાજુમાં આવેલ ધનલક્ષ્મી જનરલ સ્ટોર નામની દુકાનને નિશાન બનાવી હતી જયાંથી શટર ઊંચકી અંદરથી પરચુરણની ચોરી કરી હતી.

આ ઉપરાંત દુકાનની બાજુમાં આવેલ ગલીની અંદર આવેલ વર્ધમાન કલેક્શન અને માય ફેશન પોઈન્ટ નામની દુકાનના શટર તોડ્યા હતા, પરંતુ બંને દુકાનોમાં અંદરના દરવાજાનું તાળું ખોલી નહીં શકતા ખાલી હાથે જવું પડ્યું હતું.

પોલીસે સીસીટીવી ફુટેજને આધારે આ શખ્સોને ઓળખી લેતા અહીંના બાબેનમાં રહેતા બન્ને રીઢા ગુનેગારો મનિયા ઉર્ફે મનોજ બાબુરાવ શિંદે અને વિષ્ણુ સીતારામ શિંદે (બંને રહે, રેલ્વે સ્ટેશનની પાછળ, બાબેન, બારડોલી)ને દબોચી લીધા હતા. પોલીસ તપાસમાં તસ્કરો પાસેથી 6 હજારની રકમ મળી આવી હતી.

તસ્કરોની કબૂલાત મુજબ દુકાનમાંથી અંદાજે 15 થી 16 હજારની ચોરી કરી હતી. જો કે નોંધાયેલ ફરીયાદ મુજબ 56 હજારની ચોરી કરી ના હોવાથી બાકીની રકમનો તાળો નહીં મળતાં પોલીસે ચોરીની રકમ તેમજ અન્ય બીજી ચોરીનો ભેદ ઉકેલવા વધુ તાપસ હાથ ધરી છે.
First published: December 13, 2016, 4:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading