ન્યૂઝ 18 ગુજરાતી: લોકસભાની ચૂંટણીનો પ્રચાર પુરજોશમાં શરૂ થયો છે. ભાજપ-કોંગ્રેસ દ્વારા પ્રચારની સાથે જ વિવાદિત નિવેદનો આપવાની હોડ લાગી છે. આજે રાજ્યના વનમંત્રી ગણપત વસાવાએ બારડોલી ખાતે એક વિવાદિત નિવેદન આપતા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને ઝેર આપવાની વાત કહી હતી. ગણપત વસાવાએ બફાટ કરતા કહ્યું હતું કે જો, રાહુલ ગાંધી શંકરનો અવતાર હોય તો તેમને ઝેર પીવડાવું જોઈએ.
વનમંત્રી વસાવાએ કહ્યું,“ સોશિયલ મીડિયામાં જોયું હતું કે કોંગ્રેસના ખૂબ મોટા નેતાએ કહ્યું કે રાહુલ ગાંધી એ તો સાક્ષાત શિવજીનો અવતાર છે, આપમા યુવાનો ખૂબ જ હોશિયાર છે, આપણા યુવાનોએ કહ્યું કે તમે જ્યારે આપણા લશ્કરે પાકિસ્તાનમાં હુમલો કર્યો ત્યારે તમે પુરાવા માંગતા હતા. જો તમારા નેતા શિવજીનો અવતાર હોય તો શિવજી તો લોકોને બચાવવા ઝેર પી ગયા હતા જો તમારા નેતા પણ શિવજી હોય તો તેમને પણ શિવજીની જેમ ઝેર પીવડાવો. તમારા નેતા રાહુલ ગાંધીને 500 ગ્રામ ઝેર પીવડાવો જો સામી ચૂંટણીએ બચી જાય તો અમે માનીશું કે સાક્ષાત શિવજીનો અવતાર છે.”
ઉલ્લેખનીય છે કે આ નિવેદન વનમંત્રી ગણપત વસાવાએ બારડોલીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં આપ્યું હતું. બારડોલીમાં યોજાયેલા સમારંભમાં સોશિયલ મીડિયામાં લોકો રાહુલ ગાંધી વિશે લોકોએ કરેલા નિવેદનોને ગણપત વસાવાએ વાંચી સભળાવ્યા હતા. સોશિયલ મીડિયાના હવાલેથી ગણપત વસાવાએ રાહુલ ગાંધી વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર