સુરત : ઉનામાં દલિત યુવાનો પર અત્યાચારનો અહેવાલ સમાચારની એક વેબસાઇટ પર પ્રસિદ્ધ કરાયો હતો. ત્યારે તે અહેવાલ પર કોમેન્ટમાં તુષાર પટેલ નામના ઈસમે અભદ્ર ટિપ્પણી દલિત સમાજ સામે કરી હતી. જેના વિરોધમાં દલિત સમાજના આગેવાનોએ બારડોલી ખાતે મોટી સંખ્યામાં ભેગા મળી ટીપ્પણી કરનાર સામે કડક કાર્યવાહી કરી ધરપકડ કરવા બારડોલી પોલીસ ને આવેદન આપ્યું હતું .
થોડા દિવસ પેહલા એક સમાચાર પત્રની વેબસાઈટ ઉપર દલિતો અંગે સમાચાર મુકાયા હતા . જેના કોમેન્ટ બોક્સમાં તુષાર પટેલ નામના યુવાને દલિતોને મારેલ માર અંગે જે થયું તે સારૂં થયું એમ લખી, અનુસુચિત જાતી માટે વાંધા જનક ટિપ્પણી કરવામાં આવી હતી. જેથી સુરત જિલ્લાના દલિત સમાજમાં રોષ ઉભો થયો હતો . અને બારડોલી ખાતે દલિત આગેવાનોએ ભેગા મળી બારડોલી પોલીસ મથકે મોરચો લઇ જઈ ટિપ્પણી કરનાર ઈસમ સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી.
દલિત સમાજ ના આગેવાનો એ આ ટિપ્પણી ને સખત શબ્દો માં વખોડી કાઢી હતી . મોટી સંખ્યામાં બારડોલી ભેગા થયેલા દલિત આગેવાનો એ બારડોલી પોલીસ મથકે પહોચ્યા હતા . અને ટિપ્પણી કરનાર તુષાર પટેલ નામ ના ઈસમ સામે ગુનો નોંધી વહેલી તકે ધરપકડ કરવાની માંગ કરી હતી . અને એસ સી એસ ટી સેલ ના ડી વાય એસ પી ને આવેદન પત્ર આપ્યું હતું . જોકે પોલીસ એ યોગ્ય કાર્યવાહી કરવાની બાંહેધરી પણ આપી હતી .
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: આવેદન, ઊના દલિત અત્યાચાર, દલિત સમાજ