સુરત : ઉધનામાં ભાજપનો તો લિંબાયતમાં ભાજપ સિવાયના ઉમેદવારનો વિરોધ

સુરત : ઉધનામાં ભાજપનો તો લિંબાયતમાં ભાજપ સિવાયના ઉમેદવારનો વિરોધ
સુરત : ઉધનામાં ભાજપનો તો લિંબાયતમાં ભાજપ સિવાયના ઉમેદવારનો વિરોધ

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનું કાઉનડાઉન શરૂ થઈ ગયું છે. ભાજપ, કોંગ્રેસ, આપ સહિતના ઉમેદવારો જારશોરથી ચૂંટણી પ્રચારના કાર્યમાં લાગી ગયા છે

  • Share this:
સુરત : સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનું કાઉનડાઉન શરુ થઈ ગયું છે. ભાજપ, કોંગ્રેસ, આપ સહિતના ઉમેદવારો જારશોરથી ચૂંટણી પ્રચારના કાર્યમાં લાગી ગયા છે. કેટલાક વિસ્તારોમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોનો સ્થાનિક મતદારો દ્વારા વિરોધ કરવામા આવતા હોવાના બેનરો લાગ્યા છે. આજે ઉધનાના વોડ નં-24માં ચૂંટણી પ્રયાર કરવા માટે ગયેલા ભાજપના ઉમેદવારોનો વિરોધ કરવામાં આવ્યો હતો તો બીજી તરફ લિંબાયતમાં આવેલ પટેલનગર સોસાયટીમાં ભાજપ સિવાય કોઈ પાર્ટીઓએ પ્રવેશ કરવો નહી હોવાના બેનરો લાગ્યા હતા.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને ઉમેદવારોએ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. તો બીજી તરફ નેતાઓએ સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં જેવા બેનરો પણ લાગી રહ્ના છે. જેને લઇને રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. ઉધના વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 24માં ભાજપના ઉમેદવારો ચૂંટણી પ્રચાર માટે પહોચ્યા હતા. જ્યાં સ્થાનિકોએ સુત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. લોકોનો વિરોધ જોતા ઉમેદવારોએ ત્યાંથી નીકળી જવું પડ્યું હતું.



આ પણ વાંચો - અમદાવાદ : ચૂંટણીની ભીડ ફરી કોરોનાના કેસ વધારશે? જાણો શું કહે છે ડૉક્ટર

ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર 24માં ભાજપ દ્વારા હિનાબેન સુરેશભાઇ કણસાગરા, રોહીણીબેન છોટુભાઇ પાટીલ, ડો. બળવંત રતિલાલ પટેલ, સોમનાથ રઘુનાથ મરાઠેને ટિકિટ આપવામાં આવી છે. સ્થાનિકોએ ઉમેદવારોની સામે જ સુત્રોચાર કરી જણાવ્યું હતું કે આટલા સમયમાં એક પણ નેતા અહીં આવ્યા નથી. અને હવે ચુંટણી આવી રહી છે. એટલે નેતાઓ અહી આવી રહ્યા છે. રહીશોએ સુત્રોચાર કરતા ઉમેદવારોને ત્યાંથી નીકળી જવાની ફરજ પડી હતી.

બીજી તરફ લીંબાયત વિસ્તારમાં આવેલા પટેલ નગરમાં ભાજપ સિવાય અન્ય કોઇ પક્ષોએ આવવું નહીં જેવા બેનરો લાગતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. સોસાયટીના ગેટ પર જ આ પ્રકારના બેનરો લગાવી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરુ થઇ ગયો છે. વિવિધ પાર્ટીના નેતાઓ અને ઉમેદવારો પ્રચારમાં જાડાઇ ગયા છે. ત્યારે આ પ્રકારના બેનરો લાગતા સુરતના રાજકારણમાં ફરી એક વખત ગરમાવો આવ્યો છે.
Published by:Ashish Goyal
First published:February 10, 2021, 18:17 pm

ટૉપ ન્યૂઝ