સુરત : હવે બેંક સંચાલિત એટીએમ મશીનો પણ સેનેટાઇઝ કરવા પડશે


Updated: April 4, 2020, 10:58 PM IST
સુરત : હવે બેંક સંચાલિત એટીએમ મશીનો પણ સેનેટાઇઝ કરવા પડશે
સુરત શહેરમાં આવેલી તમામ બેંકો કે જેઓ એટીએમ ધરાવે છે એ તમામને મનપા કમિશ્નરે આદેશ જારી કર્યો

સુરત શહેરમાં આવેલી તમામ બેંકો કે જેઓ એટીએમ ધરાવે છે એ તમામને મનપા કમિશ્નરે આદેશ જારી કર્યો

  • Share this:
સુરત : શહેરમાં એટીએમની સુવિધા ધરાવતી તમામ બેંકોને એટીએમ મશીનને ઉપયોગ બાદ સેનેટાઇઝ કરવાની તાકીદ મનપા કમિશનરે કરી છે. એટીએમનો ઉપયોગ ગ્રાહકો રોકડ રૂપિયા કાઢવા માટે કરે છે. ઘણાં ગ્રાહકો એક પછી એક એટીએમ મશીનનો ઉપયોગ કરતાં હોવાથી કોરોના વાયરસ સંક્રમણનો ભય ઊભો રહે છે. તેથી મનપા કમિશનરે એપેડેમિક ડીસીઝ એક્ટ મુજબ તમામ બેંકો મશીનના ઉપયોગ બાદ સેનેટાઇઝ કરવાની તાકીદ કરી છે. અન્યથા બેંકોને 1000 રૂ. થી લઇ 1 લાખ રૂ. સુધીનો દંડ થઇ શકે છે.

હાલમાં કોરોના વાયરસને કારણે એપેડેમીક ડિસીઝ એકટ લાગુ છે. જે અંતર્ગત મહત્તમ લોકોને કોરોના વયરસથી રક્ષણ મળી શકે તે માટેની આરોગ્ય વિભાગની ગાઇડલાઇનનો ખાસ અમલ કરાવવામાં આવી રહ્યો છે. આવા સમયે એવી તમામ જગ્યાઓને સેનેટાઇઝ કરવામાં આવી રહી છે જયા મોટી સંખ્યામાં અથવા સમયાંતરે લોકોની અવર જવર હોઇ શકે છે.

આ પણ વાંચો - કોરોના સામે જંગ, રાજકોટની કંપનીએ 10 જ દિવસની અંદરમાં 1 લાખથી ઓછી કિંમતનું વેન્ટીલેટર બનાવ્યું

સુરત શહેરમાં આવેલી તમામ બેંકો કે જેઓ એટીએમ ધરાવે છે એ તમામને મનપા કમિશ્નરે આદેશ જારી કર્યો હતો કે એટીએમ મશીનો સેનેટાઇઝ કરવા પડશે. એક વાર પણ મશીનનો ઉપયોગ થયો હોય તેમ છતા પણ તે મશીનને સેનેટાઇઝ કરવું પડશે અને તેની તમામ જવાબદારી બેંકોએ ઉઠાવવાની રહેશે. જો આ કામગીરીમાં બેંકો દ્વારા બેદરકારી રાખવામાં આવશે તો તેમને એક હજારથી લઇને 1 લાખ સુધીનો દંડ કરવામાં આવશે. આ તમામ કામગીરીનું નિરીક્ષણ પણ મહાનગર પાલિકાના કર્મીઓ દ્વારા કરવામાં આવશે.
First published: April 4, 2020, 10:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading