Home /News /gujarat /

સુરતથી કાર લઇ ગેંગ આવી, લૂંટને અંજામ આપે તે પહેલા જ એલસીબીએ દબોચ્યા

સુરતથી કાર લઇ ગેંગ આવી, લૂંટને અંજામ આપે તે પહેલા જ એલસીબીએ દબોચ્યા

પાલનપુરઃ અંબાજી ભાદરવી પૂનમના મેળામાં પોલીસ વ્યસ્ત હોવાથી ગુનાહિત પ્રવુતિનો લાભ લેવા માટે બનાસકાંઠા જિલ્લામાં સુરતથી લૂંટ કરવાના ઇરાદે આવેલા 6 શખ્સોની ગેંગને એલસીબી પોલીસે બાતમીના આધારે જગાણા નજીકથી ઝડપી પડ્યા છે.

  • Pradesh18
  • Last Updated :

પાલનપુરઃ અંબાજી ભાદરવી પૂનમના મેળામાં પોલીસ વ્યસ્ત હોવાથી ગુનાહિત પ્રવુતિનો લાભ લેવા માટે બનાસકાંઠા જિલ્લામાં સુરતથી લૂંટ કરવાના  ઇરાદે આવેલા 6 શખ્સોની ગેંગને એલસીબી પોલીસે બાતમીના આધારે  જગાણા નજીકથી ઝડપી પડ્યા છે.
આસ્થાના ધામ  એવા અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં લાખોની જનમેદનીમાં માઇ ભક્તોમાં અંબાના ધામમાં મનોકામના પૂર્ણ કરવા આવતા હોય છે ત્યારે કાયદો વ્યવસ્થા જાળવવામાં  જિલ્લાભરની પોલીસ ભાદરવી પૂનમના મેળા સતત વ્યસ્ત હોય છે જેનો લાભ લેવા ધાનેરાનો નાસ્તો ફરતો આરોપી બાનાજી ઠાકોરએ સુરતથી લૂંટ કરવા ગેંગ બનાસકાંઠામાં બોલાવી હતી તેમજ  જિલ્લામાં કોઈ પણ જગ્યાએ લૂંટ અને ધાડનો તખ્તો તૈયાર કરે તે પહેલા ગુરુવારે રાત્રે પાલનપુરથી થોડેક દૂર આવેલ જગાણા પાસે બાતમીના આધારે જિલ્લાની એલ સી બી પોલીસ એ છ લુંટારૂ ઓ લૂંટ ને અંજામ આપે તે પૂર્વે સ્વીફ્ટ કાર સાથે ઝડપી લીધા હતા.

તેમની પાસેથી તિક્ષણ હથિયાર ,ચહેરાના માસ ,મોબાઈલ ,રોકડ રકમ સહિત 5 લાખ 40 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જો કે પોલીસની સતર્કતાના લીધે જિલ્લામાં વધુ એક લૂંટનો  બનાવ બનતો અટકી ગયો છે. હાલમાં તો આ 6 લૂંટારુઓને  પોલીસ કસ્ટડીમાં મુકવામાં આવ્યા છે. જો કે મહત્વ ની વાત એ છે કે બનાસકાંઠા જિલ્લામાં થયેલા અગાઉ લૂંટના ગુના ભેદ ઉકેલવામાં  આ  છ શખ્સો પાસેથી પોલીસ ને મોટી કડી મળી શકે તેમ છે.

First published:

Tags: એલસીબી, ક્રાઇમ, ગુનો, લૂંટારૂ ગેંગ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन