Home /News /gujarat /સુરત : તૈમુર નામના બકરાને 11 લાખ રૂપિયામાં ખરીદ્યો, ઇદના દિવસે કુરબાની અપાશે

સુરત : તૈમુર નામના બકરાને 11 લાખ રૂપિયામાં ખરીદ્યો, ઇદના દિવસે કુરબાની અપાશે

Bakri Eid 2021 - સુરત : તૈમુર નામના બકરાને 11 લાખ રૂપિયામાં ખરીદ્યો, ઇદના દિવસે કુરબાની અપાશે

Bakri Eid 2021 - આ બકરાને રોજ કાજુ, બદામ, આયુર્વેદિક ઔષધિ અને 4 લીટર દૂધ પીવડાવવામાં આવે છે

સુરત : આગામી દિવસમાં બકરી ઈદ (Bakri Eid 2021) આવી રહી છે. જેમાં મુસ્લિમ બિરાદરો દ્વારા બકરાની કુરબાની આપવામાં આવતી હોય છે. જેના લીધે લોકો લાંબા સમયથી બકરાંઓને લાવી અને તેમને ખવડાવી મસ્ત મોટા કરતા હોય છે ત્યારે સુરતનો એક બકરો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ બકરાને જોવા લોકો મોટી સંખ્યામાં આવે છે.

સુરતમાં તૈમુર (Taimur goat) નામના 192 કિલો વજન ધરાવતા બકરાની આ વર્ષે બકરી ઈદમાં કુરબાની આપવામાં આવશે. આ તૈમુર બકરાને 11 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. આ બકરાની ઉંચાઇ 46 ઇંચ છે. આ પંજાબી નસલનો બકરો છે. આ સાથે કાશ્મીર, કાઠીયાવાડી કોટા, શિરોઈન જેવા અન્ય નસલના બકરાં પણ છે.

આ પણ વાંચો - વરરાજાના ગળામાં માળા પહેરાવતા સમયે ફાયરિંગ, દુલ્હનને વાગી ગોળી

સુરતના નાનપુરા વિસ્તારમાં રહેતા જબ્બરભાઈ સુરતીએ બકરી ઇદને લઈને રૂપિયા 11 લાખનો બકરો ખરીદ્યો છે. બકરાની હાલની ઉંમર અઢી વર્ષની છે. આઠ મહિના સુધી એક પશુપાલકે તેની સારસંભાળ કરી હતી. જેની પાસેથી આ બકરો લાખો રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે. આ બકરાને હાલ ખોરાકમાં કાજુ, બદામ જેવો ખોરાકમાં આપવામાં આવી રહ્યો છે. સાથો સાથ ચાર લીટર દૂધ પણ પીવડાવવામાં આવી રહ્યું છે.
" isDesktop="true" id="1115306" >

બકરાની દરરોજ એક કલાક માલિશ કરવામાં આવે છે. હાલમાં બકરાને લઈને સુરતના ઉધોગપતિ ચર્ચામાં છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Bakri Eid 2021, Bakri Eid 2021 Date, Taimur goat, Time Eid ul Adha, તૈમુર બકરો, બકરી ઇદ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन