Home /News /gujarat /નર્મદા : બાબાનો દાવો મંત્રથી અનેક લોકોને કોરોનાથી સાજા કર્યા! જુઓ વીડિયો

નર્મદા : બાબાનો દાવો મંત્રથી અનેક લોકોને કોરોનાથી સાજા કર્યા! જુઓ વીડિયો

નર્મદા : બાબાનો દાવો મંત્રથી અનેક લોકોને કોરોનાથી સાજા કર્યા! જુઓ વીડિયો

ગામમાં લોકોની ગેરમાન્યતા છે કે કોરોના વેક્સીન મુકવાથી માણસ બીમાર પડી જાય છે મરી જાય છે અને લોકોમાં વેકસીનને લઈ ડર છે જેના કારણે વેક્સીન મુકાવતા નથી

દિપક પટેલ, નર્મદા : નર્મદા જિલ્લામાં કોરોનાં વેક્સીનને લઈ લોકોમાં જાગૃતિ નથી અને વેક્સીન મુકાવતા તેઓ ડરે છે. જિલ્લામાં આજે પણ આદિવાસી લોકોમાં અંધશ્રદ્ધા જોવા મળે છે અને જો તાવ કે અન્ય બીમારીમાં લોકો ભુવા પાસે જાય છે.

નર્મદા જિલ્લાના જંગલ વિસ્તારમાં ઝરવાણી ગામ આવેલું છે. ઝરવાણી ગામ ઊંચાઈ પર આવેલું છે અને મુખ્યત્વે આ વિસ્તારમાં લોકો ખેતી પર નિર્ભર છે, આ ગામમાં 2000ની વસ્તી છે જેની સામે ખૂબ જ ઓછા લોકોએ રસી મુકાવી છે. રસીને લઈને ગામમાં લોકોની ગેરમાન્યતા પણ છે.  લોકોનું એવું માનવું છે કે કોરોના વેક્સીન મુકવાથી માણસ બીમાર પડી જાય છે મરી જાય છે અને લોકોમાં વેકસીનને લઈ  ડર છે જેના કારણે વેક્સીન મુકાવતા નથી.

સાથે સાથે લોકોમાં અંધશ્રદ્ધા આજે પણ જોવા મળી રહી છે. જે બાબતે માજી સરપંચ પણ કહી રહ્યા છે કે ગામડામાં કેટલીક અંધશ્રદ્ધા પણ છે જેના કારણે લોકો રસી મુકાવતા નથી. તાવ આવે ત્યારે  દવા પણ કરાવતા નથી અને ભુવા, જાગરીયા પાસે જાય છે. વેક્સીન ના મુકાવાના કારણે ગામડાઓમાં કોરોનાને લઈ સ્થિતિ સામાન્ય કહી શકાય નહીં


એક તરફ સરકાર અને આરોગ્ય વિભાગ કોરોનાને નાથવા માટે અનેક પ્રયાસો કરી રહ્યા છે અને વેક્સીનના પૂરતા ડોઝ પણ હવે ઉપલબ્ધ થઈ રહ્યા છે. જોકે ગામડાઓમાં લોકોમાં કોરોના વાયરસની રસીને લઈ ખોટી ગેર માન્યતાઓ છે જેના લીધે તેઓ વેકસીન મુકાવતા નથી.

આ પણ વાંચો - અમદાવાદ શહેર ભાજપ સંગઠનમાં કોને મળશે સ્થાન અને કોના કપાશે પત્તા, જાણો

ન્યૂઝ 18 ગુજરાતીના રિયલિટી ચેકમાં અમને એક સાધુ પણ મળી આવ્યા હતા. જેમનું પણ માનવું છે કે કોરોના જેવું કાંઈ છે જ નહીં અને જે લોકો બીમાર પડતા આ સાધુ પાસે આવે છે. જેમને આ સાધુએ સાધના થકી સાજા પણ કર્યાના દાવા આ સાધુ એ કર્યા  છે. તેમનો દાવો છે કે કોરોનાને મટાડવા માટેનો મંત્ર પણ તેમની પાસે છે.
First published:

Tags: Gujarati news, Latest gujarati news, Latest News, Latest today news, Narmada, કોરોના