ટ્રેનમાં રમકડાં વેચતા અવધેશ દુબેનો વીડિયો વાયરલ, આત્મહત્યાની ચીમકી આપી

News18 Gujarati
Updated: August 24, 2019, 3:17 PM IST
ટ્રેનમાં રમકડાં વેચતા અવધેશ દુબેનો વીડિયો વાયરલ, આત્મહત્યાની ચીમકી આપી
અવધેશ

"દરેક ગાડીમાં મને પરેશાન કરવામાં આવી રહ્યો છે. હું સ્ટાફ સામે જ આત્મહત્યા કરી લઇશ."

  • Share this:
ભરત પટેલ, વલસાડ : થોડા દિવસ પહેલા ટ્રેનમાં રમકડાં વેચતા અવધેશ દુબેનો એક વીડિયો ખૂબ વાયરલ થયો હતો. રમકડાં વેચતાં વેચતાં તે મિમિક્રી પણ કરતો હતો. લોકોને તેની આ મિમિક્રી ખૂબ પસંદ પડી હતી. અવધેશ રાજકીય નેતાઓની મિમિક્ર કરવા માટે જાણીતો છે. હવે તેનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. વાયરલ થયેલા વીડિયોમાં અવધેશ આપઘાત કરી લેવની ચીમકી ઉચ્ચારી રહ્યો છે.

પોલીસ પરેશાન કરતી હોવાનો આક્ષેપ

અવધેશ દુબેના વાયરલ થયેલા વીડિયોમાં તે પોલીસ પરેશાન કરી રહી હોવાનો આક્ષેપ લગાવી રહ્યો છે. અવધેશના કહેવા પ્રમાણે ટ્રેનમાં રમકડાં વેચવા દરમિયાન પોલીસ તેની કનડગત કરી રહી છે. આ કારણે તેણે આપઘાત કરવાની ચીમકી ઉચ્ચારી છે. ઉલ્લેખનીય છે કે રાજકીય નેતાઓની મિનિક્રી કરવા બદલ અવધેશની ધરપકડ પર થઈ ચુકી છે.

વાયરલ વીડિયોમાં શું?

"મારું નામ અવધેશ દુબે છે. હું ટ્રેનમાં રમકડાં વેચું છું. મેં રમકડાં વેચતાં વેચતાં પીએમ મોદીની પ્રશંસા કરી હતી. આજે પોલીસ સ્ટાફ મને પરેશાન કરે છે. આ લોકોને કારણે હું જીવ આપી દઇશ. આ લોકોની જવાબદારી મુસાફરોની સુરક્ષા કરવાની છે, પરંતુ ચોરોને પકડવાને પદલે આ લોકો ફેરી કરનાર લોકોને પકડે છે. દરેક ગાડીમાં મને પરેશાન કરવામાં આવી રહ્યો છે. હું સ્ટાફ સામે જ આત્મહત્યા કરી લઇશ."

અવધેશ દુબે.
વીડિયો વાયરલ થયા બાદ જીવથી મારી નાખવાની ધમકી મળી

"વચ્ચે જે મારો વીડિયો વાયરલ થયો હતો તેના વિશે એટલું જ કહીશ કે કોઈ નેતાની ભાવના સાથે રમવાનો મારો ઇરાદો ન હતો. એનાથી જ મારી રોજીરોટી ચાલતી હતી. લોકો મારી મિમિક્રીને પસંદ કરતા હતા. આ કારણે મારે જેલમાં પણ જવું પડ્યું હતું. લોકોનો પ્રેમ મળ્યો અને લોકોએ મને જેલમાંથી બહાર કાઢ્યો. મને છોડાવવા માટે પીએમએ પણ મદદ કરી હતી. પરંતુ આજે ફરી મને તકલીફ પડી રહી છે. ટ્રેનમાં પોલીસ સ્ટાફ મને મોદીને ગાળો આપવાનું કહે છે. પહેલા અમે સ્ટાફને પૈસા આપતા હતો તો ટ્રેનમાં ચઢવા દેતા હતા. હવે ભ્રષ્ટાચાર સામે લડાઈ શરૂ કરી હોવાથી અમે પૈસા નથી આપતા તો રમકડાં નથી વેચવા દેતા. છેલ્લા 15 વર્ષમાં આપેલા પૈસાનો આખો હિસાબ આપવા માટે હું તૈયાર છું. મોદીજી ચા વેચતા હતાં હું રમકડાં વેચીને ઘર ચલાવું છું. મને જીવથી મારી નાખવાની ધમકી પણ મળી છે. મને કંઈ થશે તો તેની જવાબદારી પોલીસની હશે."

લાઇસન્સ આપો, હું પૈસા આપવા માટે તૈયાર

વધુ એક વીડિયોમાં અવધેશ દુબે કહી રહ્યો છે કે,"મેં પીએમ મોદીને પત્ર લખ્યો છે કે ફેરિયાઓને લાઇસન્સ આપવાની જરૂર હોય તો લાઇસન્સ આપો. અમે રેલવેને પૈસા ભરવા માટે તૈયાર છીએ. આટલા દિવસ ભ્રષ્ટાચાર કર્યો હવે નથી કરવો. હું રેલવેમાં પૈસા ભરીશ. હું મહિનાના છ હજાર સુધી ભરવા માટૈ તૈયાર છું. પરંતુ મને કોઈ બે સ્ટેશન વચ્ચે ફરવા માટેનો પાસ આપવામાં આવે. હું દેશની ભક્તિ કરું છું. દેશભક્તિ કરનારાઓને લોકો મોદીભક્ત કહે છે."
First published: August 24, 2019, 12:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading