વલસાડ : એએસઆઇના આપઘાત પ્રકરણમાં પરિવારજનોએ પીએસઆઇ પર ગંભીર આક્ષેપો કર્યા

વલસાડ : એએસઆઇના આપઘાત પ્રકરણમાં પરિવારજનોએ પીએસઆઇ પર ગંભીર આક્ષેપો કર્યા
વલસાડ : મૃતક એએસઆઇના આપઘાત પ્રકરણમાં પરિવારજનોએ પીએસઆઇ પર ગંભીર આક્ષેપો કર્યા

એએસઆઇ ગામીતના આપઘાત કેસમાં હવે ભીલાડ પોલીસ સ્ટેશનના પીએસઆઇ વનાર પર ગંભીર આક્ષેપોને કારણે વલસાડ જિલ્લામાં ચકચાર મચી ગઇ

 • Share this:
  ભરત સિંહ વાઢેર, વલસાડ : વલસાડ જિલ્લાના ભીલાડ પોલીસ સ્ટેશનમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા એક પોલીસ કર્મચારીએ 16મી તારીખે પોતાના સરકારી ક્વાર્ટરમાં જ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. શરૂઆતમાં એએસઆઇના આપઘાતના બાદ પોલીસ તપાસમાં ઘરમાંથી કોઈ સુસાઇડ નોટ મળી આવી ન હતી. આ બનાવના ચાર દિવસ વીતી ગયા બાદ મૃતક એએસઆઇના પરિવારજનોએ ભીલાડ પોલીસ સ્ટેશનના પીએસઆઇ વનાર વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા છે. એએસઆઇ ગામીતના આપઘાત પ્રકરણમાં હવે ભીલાડ પોલીસ સ્ટેશનના પીએસઆઇ વનાર પર થયેલા ગંભીર આક્ષેપોને કારણે વલસાડ જિલ્લામાં ચકચાર મચી ગઇ છે.

  પીએસઆઇના ત્રાસને કારણે જ તેમના સ્વજને જીવનનો અંત આણવાનો વારો આવ્યો હોવાનો સનસનીખેજ આક્ષેપ સાથે મૃતક એએસઆઇના પરિવારજનો વલસાડ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવા પહોંચ્યા હતા. ચાર દિવસ વિત્યા બાદ પણ આ મામલે હજુ પરિવારજનોની ફરિયાદ લેવામાં આવી ન હોવાથી મૃતક એએસઆઇના પરિવારજનોએ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી અને આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી તેમને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરી હતી.  આ પણ વાંચો - અમદાવાદ : શેરના માથે સવા શેર, 4 લૂટારુઓને એક યુવક પડ્યો ભારે હાથે, એકને ઝડપી પાડ્યો

  મૃતક એએસઆઇ રતિલાલ ગામીતના પરિવારજનોના આક્ષેપ મુજબ મૃતક રતિલાલ ભાઈને ભીલાડ પોલીસ સ્ટેશનના પીએસઆઇ વનાર દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો અને તેમને યેનકેન પ્રકારે હેરાન કરવામાં આવતા હતા. તેઓ માનસિક તણાવમાં હતા. આ બાબતે તેઓએ પરિવારજનોને પણ જણાવી હતી. આથી પીએસઆઇ વનારના ત્રાસને કારણે તેઓએ ઝેરી દવા પીને આપઘાત કર્યો હોવાનો આક્ષેપ મૃતકના પરિવારજનોએ કર્યો છે.

  ઉલ્લેખનીય છે કે 16મી જાન્યુઆરીએ ભીલાડ પોલીસ સ્ટેશનના ક્રાઈમ રાઈટર તરીકે ફરજ બજાવતા એએસઆઇ રતિલાલ ભાઈ ગામીતે પોલીસ લાઇનમાં પોતાના સરકારી ક્વાર્ટરમાં ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો.
  Published by:Ashish Goyal
  First published:January 19, 2021, 20:52 pm

  ટૉપ ન્યૂઝ