સુરતઃનામચીન આરીફ મીંડીને ત્યાં દરોડા,11 જુગારીઓની ધરપકડ

સુરતઃ સુરતના અઠવા વિસ્તારમાં રૂદરપુરા પોલીસ લાઈનની બાજુમાં રહેતા અને નામચીન બુટલેગર અને જુગારધામ ચલાવતા આરીફ મીંડીના ઘરે જુગારધામ ધમધમી રહ્યો હોવાની બાતમી અઠવા પોલીસને મળી હતી. જેથી પોલીસે મોડીરાત્રે આરીફ મીંડીના ઘરે છાપો માર્યો હતો અને જુગાર રમતા 11 જુગારીયાઓને રંગેહાથ ઝડપી પાડયા હતા.

  • Pradesh18
  • Last Updated :
  • Share this:
સુરતઃ સુરતના અઠવા વિસ્તારમાં રૂદરપુરા પોલીસ લાઈનની બાજુમાં રહેતા અને નામચીન બુટલેગર અને જુગારધામ ચલાવતા આરીફ મીંડીના ઘરે જુગારધામ ધમધમી રહ્યો હોવાની બાતમી અઠવા પોલીસને મળી હતી. જેથી પોલીસે મોડીરાત્રે આરીફ મીંડીના ઘરે છાપો માર્યો હતો અને જુગાર રમતા 11 જુગારીયાઓને રંગેહાથ ઝડપી પાડયા હતા.

પોલીસે તમામ જુગારીયાઓની ધરપકડ કરી રોકડા રૂપિયા, 11 મોબાઈલ અને આઠ બાઈક સહિતનો મુદ્દામાલ પોલીસે કબ્જે લીધો હતો. પોલીસે કુલ્લે 4.20 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. ઉલ્લેખનીય છે કે આરીફ મીંડીના ઘરે અગાઉ પણ કેટલીય વાર પોલીસના દરોડા પડી ચુક્યા છે. આરીફ મીંડી પોતાના ઘરે જ જુગારધામ ચલાવે છે અને નામચીન બુટલેગર પણ છે. હાલ તો અઠવા પોલીસે આરીફ મીંડી તથા તેના ભાણેજ અને જમાઈ સહીત ચારને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.
First published: