સુરતના પલસાણામાં નજીવી બાબતે યુવાન પર ચપ્પુથી હુમલો, ઘટનાના સીસીટીવી સામે આવ્યા

સુરતના પલસાણામાં નજીવી બાબતે યુવાન પર ચપ્પુથી હુમલો, ઘટનાના સીસીટીવી સામે આવ્યા
સીસીટીવી બહાર આવતા પલસાણા પોલીસે ગણતરીના કલાકમાં ત્રણ લોકોને ઝડપી પાડી જેલ પાછળ ધકેલી દીધા

સીસીટીવી બહાર આવતા પલસાણા પોલીસે ગણતરીના કલાકમાં ત્રણ લોકોને ઝડપી પાડી જેલ પાછળ ધકેલી દીધા

 • Share this:
  કેતન પટેલ, બારડોલી : સુરતમાં વધુ એક મારામારીની ઘટના સામે આવી છે. પલસાણાના સિકંદર પાર્ક નજીક દાદર પર બેઠેલા યુવાન સાથે પહેલા ઝઘડો કર્યો અને ત્યારબાદ વચ્ચે છોડાવવા પડેલા યુવાનને ચપ્પુના ઘા મારી ઇજાગ્રસ્ત કરી આરોપી ભાગી છૂટ્યા હતા. જોકે આખી ઘટનાના સીસીટીવી બહાર આવતા પલસાણા પોલીસે ગણતરીના કલાકમાં ત્રણ લોકોને ઝડપી પાડી જેલ પાછળ ધકેલી દીધા છે.

  ત્રણ આરોપીએ નજીવી બાબતે સિકંદર બિલ્ડીંગ નજીક દાદર પર બેઠેલા યુવાન સાથે પહેલા ઝઘડો કર્યો હતો. હદ તો ત્યારે થઈ જ્યારે સૂરજ ચતુર્વેદી નામનો યુવાન છોડાવવા વચ્ચે પડ્યો તો ત્રણ પૈકી કરણ ઉપાધ્યાયે સૂરજને ચપ્પુના ઘા મારી દીધા અને જતા જતા ધમકી આપી ગયા કે "આજ તો તુમ બચ ગયે...તુમ બહાર નિકલોગે તો જાનથી માર દેગે" જોકે પલસાણા પોલીસે ગણતરીના કલાકમાં ત્રણેય લુખ્ખાઓને ઝડપી પાડી જેલ ભેગા કરી દીધા છે.  આ પણ વાંચો - કવિઠામાં બુટલેગરે ગામના જ યુવક પર હુમલાના પ્રયાસ કર્યો, ઘરમાં તોડફોડ કરી

  પલસાણા પોલીસે તમામ ત્રણેય આરોપીને ઝડપી પાડી જેલ ભેગા કરી દીધા છે.
  Published by:Ashish Goyal
  First published:April 30, 2021, 21:57 pm

  ટૉપ ન્યૂઝ