સુરત : 3 માસૂમ વર્ષની બાળકીએ ફોન કરીને કહ્યું- પપ્પા ઘરે કયારે આવશો, કોરોનાએ લઇ લીધો જીવ

સુરત : 3 માસૂમ વર્ષની બાળકીએ ફોન કરીને કહ્યું- પપ્પા ઘરે કયારે આવશો, કોરોનાએ લઇ લીધો જીવ
સુરત : 3 માસૂમ વર્ષની બાળકીએ ફોન કરીને કહ્યું- પપ્પા ઘરે કયારે આવશો, કોરોનાએ લઇ લીધો જીવ

દીકરીને ખબર ન હતી કે પિતા આપણા ઘરને બદલે ભગવાનના ઘરે ચાલ્યા જશે, કોરોના વોરીયર્સ અંકિત કોન્ટ્રાકટરનું કોરોનાની બીમારીને કારણે મંગળવારે અવસાન થયું, હજુ 3 દિવસ પહેલા તેની લગ્નની એનિવર્સરી પણ ગઈ હતી

  • Share this:
સુરત : કોરોના મહામારીમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. લોકોની સેવા કરતા સતત પોતાને કામને પ્રાધાન્ય આપનાર મનપા કર્મચારી પણ કોરોના સંક્રમિત થઇ રહ્યા છે. મનપા કર્મચારી કોરોના સામે 16 દિવસના જંગ બાદ પોતાના પ્રાણની આહુતિ આપી છે. કોરોના મહામારીમાં અત્યાર સુધીમાં મનપાના 41 કરતા વધુ કર્મચારીએ પોતાના જીવ ગુમાવ્યો છે.

સુરત મનપામાં સિવિલ સુપરવાઈઝર તરીકે કામ કરતાં અંકિત કોન્ટ્રાક્ટરને 16 દિવસ અગાઉ કોરોના થયા બાદ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. હોસ્પિટલમાં દાખલ પિતાને હૂંફ મળે તે માટે સંબંધીએ પરિવાર સાથે વીડિયો કોલથી વાત કરાવતા હતા. 16 દિવસની સારવાર બાદ મનપા કર્મચારી અંકિત કોન્ટ્રાક્ટરને ગતરોજ 3 વર્ષની બાળકીએ પપ્પાને ફોન કરીને કહ્યું કે, પપ્પા તમને કેવુ છે, ઘરે કયારે આવશો. પપ્પાના મોઢા પર ઓકિસજન લાગેલો હતો અને ઉપરથી વેન્ટીલેટરનો અવાજ આવતો હતો. જેના કારણે વધારે બોલી શકે તેમ ન હોવા છતાં દીકરી જયારે વાત કરતી હોય છે, ત્યારે પિતાએ હાથ દેખાડી આવજો કરી સામેથી કહ્યું કે ચાલ દીકા કાલે આવી જઈશ. જોકે દીકરીને ખબર ન હતી કે પિતા આપણા ઘરને બદલે ભગવાનના ઘરે ચાલ્યા જશે. બસ દીકરી તો રાહ જોતી રહી કોરોના વોરીયર્સ એવા અંકિત કોન્ટ્રાકટરનું અઠવાગેટની ખાનગી હોસ્પિટલમાં કોરોનાની બીમારીને કારણે મંગળવારે સવારે અવસાન થયું છે.આ પણ વાંચો - પોરબંદર : ધારાસભ્યના ડોક્ટર પુત્રએ 1 રૂપિયાના ટોકન દરે હોસ્પિટલમાં સેવા આપવા તૈયારી દર્શાવી

35 વર્ષીય અંકિત કોન્ટ્રાકટર છેલ્લા 16 દિવસથી કોરોનાની બીમારીથી પિડાતા હતા. કોરોનામાં અંકિતનો જીવ ઓકિસજન ડાઉન થવાને કારણે ગયો હતો. પાલિકામાં કોરોનાની કામગીરી વેળા તેઓ સંક્રમિત થયા હતાં. અંકિત કોન્ટ્રાકટર કાઠાં વિસ્તારના આભવા ગામના વતની છે. સંતાનમાં 3 વર્ષની દીકરી અને પરિવારમાં પત્ની અને માતા-પિતા છે. પિતા પાલિકામાં પૂર્વ ડેપ્યુટી ઈજનેર હતા. એકનો એક દીકરો ગૂમાવતા પરિવારની હાલત કફોડી બની છે.

હજુ 3 દિવસ પહેલા તેની લગ્નની એનિવર્સરી પણ ગઈ હતી. હોસ્પિટલના બિછાનેથી પત્નીને હેપ્પી મેરેજ એનિવર્સરી કહેનાર અંકિત કોન્ટ્રાક્ટરની વિદાયથી સમગ્ર કાંઠા વિસ્તારમાં શોકની કાલિમાં છવાઈ ગઈ છે.
Published by:Ashish Goyal
First published:May 04, 2021, 23:02 pm

ટૉપ ન્યૂઝ