અંકલેશ્વર: ભરૂચમાં (Bharuch) એક એવી ઘટના સામે આવી છે, જે જોઈને કઠણ હદયના વ્યક્તિનું કાળજું પણ કંપી જાય. એક મૂકબધિર યુવાને (deaf and dumb) પોતાની માતાના અંતિમ સંસ્કાર (mother last ritual) કરવા સંઘર્ષ કરવો પડ્યો. જોકે, કરુણતા એ હતી કે, માતાના અંતિમ સંસ્કાર કરવા સાથે કોઈ નથી. મૂકબધિર હોવું આ યુવાન માટે સજા બની ગયુ હોય તેમ મદદ માગવી તો કોની અને કેવી રીતે? મૂકબધિર યુવાને છેવટે ભારે હૈયે માતાના મૃતદેહને નાના પૈડા સાથેના પાટીયા પર મૂક્યો અને પાટીયું ખેંચીને સ્મશાન તરફ જવા લાગ્યો. યુવાનની લાચારી જોઈને કેટલાક લોકો તેની મદદે આવ્યા અને મૃતદેહને સ્મશાન સુધી લઈ જવામાં અને અંતિમ સંસ્કાર કરવામાં તેની મદદ કરી.
દીકરો એકલા હાથે મૃતદેહને લઇ ગયો
આ અંગે મળતી માહિતી પ્રમાણે, અંકલેશ્વરના મૂકબધિર શ્રમજીવીએ એકલા હાથે જ માતાની અંતિમ યાત્રા કિલોમીટરો લઇ ગયો હતો. મૂકબધિર દીકરાએ પોતાની માતાના અંતિમ સંસ્કાર માટે મૃતદેહને જાહેર માર્ગ ઉપર એક દોરડાના સહારે પાટિયાની નાનકડી ગાડી ઉપર જાહેર માર્ગ ઉપરથી ખેંચીને લઇ ગયો હતો. આ જોઇને સ્મશાનમાં રહેલા લોકો પણ ભાવુક બની ગયા હતા. આવા દ્રશ્યો જોઇને તેઓની આંખો પણ ભીની થઇ ગઈ હતી.
માતા રવિવારે મૃત્યું પામી હતી
જન્મથી જ મૂકબધિર શ્રમજીવીની માતા રવિવારે મૃત્યુ પામી હતી. માતાનું મૃત્યુ થતા મૂંગા દીકરા માટે માતાના અંતિમ સંસ્કાર કસોટી સમાન બની ગયા હતા. આ પુત્ર જે પૈડાવાળી લારી પર માતાને બેસાડી ભીખ માંગતો હતો તે જ ગાડી પર મૃતક માતાને સુવડાવીને અંતિમ સંસ્કાર માટે લઇ ગયો હતો.
કંઈ બોલી ન શકે કે, કોઈ ને કાંઈ કહી પણ ના શકે કેવી રીતે સમજાવે જેવા ઘણા પ્રશ્નો વચ્ચે છેલ્લે એ મૂકબધિર પુત્રએ એકલા હાથે લારી પર માને લઈને ભીખ માંગતો તે જ લારી પર એકલા હાથે લારી ખેંચી નર્મદા નદી નીચે આવેલ સ્મશાન સુધી લઈ જવા નીકળી પડ્યો હતો. બોરભાઠા ગામના યુવાનોની મદદથી માતાનો મૃતદેહ કોવિડ સ્મશાનમાં લવાયો હતો.
ભરૂચમાં કાળજું કંપાવનારી ઘટના, મૂકબધિર યુવાનનો પોતાની માતાના અંતિમ સંસ્કાર માટે સંઘર્ષ, સ્માશનમાં યુવાનની મદદે આવેલા લોકોએ માણસાઇને બચાવી pic.twitter.com/Sr9Y1hhzm4
જયાં કોવિડ સ્મશાનના સંચાલકે તાત્કાલિક મૂકબધિર પુત્રની મદદ કરી હતી. લારી અને મૃતદેહને કોવિડ સ્મશાન ખાતે લઈ જઈ હિન્દુ શાસ્ત્ર પ્રમાણે હિન્દુ રિવાજ મુજબ સામગ્રી મંગાવી મૂંગા પુત્રના હાથે માતાની અગ્નિસંસ્કાર વિધિ કરાવી હતી. જોકે, અંતિમસંસ્કાર બાદ પુત્ર પોક મુકીને રળી પડ્યો હતો.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર