અંકલેશ્વરઃકોર્ટના મુદ્દામાલ રૂમમાં સોનું ચોરવા પહોચ્યા,દસ્તાવેજ સિવાય કંઇ ન મળ્યું

News18 Gujarati | Pradesh18
Updated: October 14, 2016, 6:24 PM IST
અંકલેશ્વરઃકોર્ટના મુદ્દામાલ રૂમમાં સોનું ચોરવા પહોચ્યા,દસ્તાવેજ સિવાય કંઇ ન મળ્યું
ભરૂચઃ અંકલેશ્વરમાં આવેલ સેશન્સ કોર્ટમાં ચોરી કરનાર બે આરોપીની ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.કોર્ટના મુદ્દામાલ રૂમમાં સોના ચાંદીના દાગીનાનો ઢગલો હોવાના અનુમાનના પગલે આરોપીઓએ કોર્ટના મુદ્દામાલ રૂમને નિશાન બનાવ્યું હતું. જો કે માત્ર દસ્તાવેજો સિવાય તેઓના હાથે કઈ લાગ્યું ન હતું.

  • Pradesh18
  • Last Updated: October 14, 2016, 6:24 PM IST
  • Share this:
ભરૂચઃ અંકલેશ્વરમાં આવેલ સેશન્સ કોર્ટમાં ચોરી કરનાર બે આરોપીની ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.કોર્ટના મુદ્દામાલ રૂમમાં સોના ચાંદીના દાગીનાનો ઢગલો હોવાના અનુમાનના પગલે આરોપીઓએ કોર્ટના મુદ્દામાલ રૂમને નિશાન બનાવ્યું હતું. જો કે માત્ર દસ્તાવેજો સિવાય તેઓના હાથે કઈ લાગ્યું ન હતું.

અંકલેશ્વર સેશન્સ કોર્ટના મુદામાલ રૂમમાં ગત તારીખ પહેલી ઓકટોબરના રોજ ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો.તસ્કરોએ મુદ્દામાલ રૂમને નિશાન બનાવી અંદરથી કેટલાક દસ્તાવેજોની ચોરી કરી હતી.આ અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોધાયા બાદ ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ કરતા પોલીસે કોર્ટના મુદ્દામાલ રૂમમાં ચોરી કરનાર બે આરોપીની ધરપકડ કરી છે.

પોલીસે બાતમીના આધારે અંકલેશ્વરના રહેવાસી ચેતન ભાભોર અને શિવમ પાંડે નામના આરોપીઓની ધરપકડ કરી છે.બંને આરોપી અગાઉ પણ ઘરફોડ ચોરીને અંજામ આપી ચુક્યા છે. આ દરમ્યાન તેઓ કોર્ટની મુદ્દત માટે અવારનવાર કોર્ટ સંકુલમાં આવતા હતા તેઓનું અનુમાન હતું કે કોર્ટના મુદ્દામાલ રૂમમાં સોના ચાંદીના દાગીનાનો ઢગલો હોય છે આથી તેઓએ ચોરીનો પ્લાન બનાવ્યો હતો. જો કે તેઓના હાથે માત્ર દસ્તાવેજી કાગળ સિવાય કઈ જ લાગ્યું ન હતું

કોર્ટના મુદામાલ રૂમમાં ચોરીનો પ્લાન બનાવનાર મુખ્ય સુત્રધારદેવો બિહારી હજુ પોલીસ પકડથી દુર છે.દેવો બિહારી નામનો ફરાર આરોપી લોકલ આરોપીઓની મદદથી ઘરફોડ ચોરીને અંજામ અપાવતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
First published: October 14, 2016, 6:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading