ભરૂચઃ અંકલેશ્વરના ભડકોદ્રા ગામ નજીક આંગડીયા પેઢીના કર્મચારીની આંખમાં મરચાની ભૂકી નાખી બાઈક સવાર બે ઇસમો રૂપિયા ૫.૩૭ લાખ ભરેલ બેગની તફડંચી કરી ફરાર થઇ ગયા હતા. આંગડીયા પેઢીનો કર્મચારી તેની ઓફિસથી ઘરે આવી રહ્યો હતો તે દરમ્યાન તસ્કરોએ તેને નિશાન બનાવ્યો હતો.

અંકલેશ્વરના ભડકોદ્રા ગામ નજીક આંગડીયા પેઢીના કર્મચારી પાસે રૂપિયા ૫.૩૭ લાખની ચીલઝડપ કરાતા સનસનાટી મચી જવા પામી છે.અંકલેશ્વરની પ્રતિન ચોકડી નજીક આવેલ મગન શંકર આંગડીયા પેઢીમાં કામ કરતો કર્મચારી શેલેશ પટેલ ગત રાત્રીના રૂપિયા ૫.૩૭ લાખ લઇ બાઈક પર ઓફીસ થી તેના ઘરે જવા નીકળ્યો હતો.શેલેશ પટેલ બહ્દ્કોદ્રા ગામ ખાતેના તેના ઘરે પહોચી પણ ગયો હતો પરંતુ તે બાઈક પાર્ક કરી રહ્યો હતો તે દરમિયાન બાઈક પર આવેલા બે અજાણ્યા ઇસમોએ શેલેશની આંખમાં મરચાની ભૂકી નાખી તેની પાસે રહેલ રૂપિયા ભરેલું બેગ લઇ ફરાર થઇ ગયા હતા.શેલેશ પટેલે બુમાબુમ કરતા લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા જો કે તે પહેલા તો તસ્કરો અંધારામાં ઓઝલ થઇ ગયા હતા.
બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને નાકાબંધી કરાવી ફરાર આરોપીઓની શોધખોળ શરુ કરી છે .ચીલઝડપ કરનાર આરોપીઓ ૨૫ થી ૩૦ વર્ષના હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે.
એક વર્ષમાં મગન શંકર પેઢીના કર્મચારીઓ બીજી વખત મોટા ગુનાનો ભોગ બન્યા છે. આ અગાઉ શૈલેષની જગ્યાએ કામ કરતા કર્મચારી શૈલેષ પટેલની11 ડિસેમ્બરે અપહરણ બાદ હત્યા થઇ હતી. જેના સ્થાને નોકરી ઉપર મુકાયેલા શૈલેષને પણ ગતરાતેલૂંટી લેવાયો હતો. એક જ પેઢીના કર્મચારીઓ વારંવાર નિશાન બનવાના મામલાને પણ પોલીસ ઊંડાણપૂર્વક તપાસી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર