નવસારી: શહેરનો (Navsari) એક વીડિયો (viral video) ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં દેખાઇ રહ્યુ છે કે, ઢોરને કારણે અક મહિલા પોતાના વાહન સાથે પડી જાય છે. આ આખી ઘટના સીસીટીવીમાં (CCTV) કેદ થઇ છે. જે જોઇને ભલભલા ચોંકી રહ્યા છે.
કબીલપોર વિસ્તારમાં આવેલા વસંતવિહાર સોસાયટીમાંથી એક મહિલા પસાર થતી હોય છે. ત્યારે એકાએક ગલીમાંથી દોડીને આવેલા વાછરડાએ મહિલાને અડફેટે લીધી હતી. જે બાદ મહિલા વાહન સાથે નીચે પટકાઇ હતી. આ સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં જોઈ શકાય છે. જોકે, સદનસીબે મહિલાને માથામાં કે શરીર પર ગંભીર ઇજા થઈ નથી.
વડોદરાના એક યુવાન શિહાબ ચોત્તુરે (Shihab Chottur) કેરાલાથી મક્કાની તીર્થયાત્રા પગપાળા (Haj pilgrimage on foot) શરૂ કરી દીધી છે. આ યુવાન પગપાળા 8,600 કિમીથી વધુનું અંતર કાપશે. ભારત, પાકિસ્તાન, ઈરાન, ઈરાક, કુવૈત અને સાઉદી અરેબિયા પગપાળા થઈને તે 2023માં હજ માટે મક્કા પહોંચશે. મક્કા મદિનામાં હજ જવુ એ દરેક મુસ્લિમ બિરાદરની ઈચ્છા હોય છે. કેરાલાના એક યુવાન શિહાબે વર્ષો પહેલાની પરંપરા ફરીથી શરૂ કરી છે. આ યુવાનના મક્કા મદિના ચાલતા જવાના નિર્ણયને ભારે આવકાર મળી રહ્યો છે. હાલ યુવાન 2 જુને કેરાલામાથી નીકળ્યો હતો. વિવિધ રાજ્યોમાંથી પગપાળા ચાલીને ગુજરાતમાં પહોચતા સ્વાગત કર્યુ હતુ. (આ અંગેની સંપૂર્ણ માહિતી માટે અહીં ક્લિક કરો)
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર